March 25, 2025
ગુજરાત

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૨ જુલાઇની મધરાતે પ્રેરક ઘટના બની.ટ્રોમા સેન્ટરમાં દાખલ દર્દી બ્રેઇનડેડ થતા તેમના પત્નીએ મન મોટું રાખીને હિંમતપૂર્ણ અંગદાન કર્યું. ભાવપૂર્ણ થયેલ આ અંગદાનમાં હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

સમગ્ર ઘટના એવી બની કે, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરીને પરિવારનુ પેટીયું રળતા ૪૩ વર્ષીય રોશનભાઇ પુરોહિતને ૧૭ જુલાઇ એ માર્ગ અકસ્માત નડ્યો. આ માર્ગ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી અને માથાના ભાગમાં પણ ઈજાઓ હતી.જેથી સ્થાનિકજનોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર માટે લાવીને બિનવારસી તરીકે દાખલ કર્યાં હતાં. ત્યારબાદ પરિવારજનોને પણ રોશનભાઇના અકસ્માત અને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે તેની જાણ થતાં તેઓ સિવિલ
હોસ્પિટલ દોડી આવ્યા.

અહીં હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલ આઇ.સી.યુ. રોશનભાઇને દાખલ કરીને જરુરી સારવાર શરૂ કરવામાં આવી હતી.આમ તો તબીબોની મહેનત અને હોસ્પિટલ તંત્રની સારવાર પરિણામે એક ક્ષણ માટે તો લાગ્યું હતું કે રોશનભાઇ સાજા થઈ જશે. એવામાં ૨૩ મી જુલાઇના રોજ તેમની કિસ્મતે પલટો માર્યો. યમદૂતે જેમ નક્કી જ કરી લીધું હોય તે પ્રમાણે યમલોકના માર્ગે
લઈ જવા વિધાતાએ પણ તમામ તૈયારીઓ કરી દીધી હતી.

પરંતુ રોશનભાઇના સલાને પણ સલામ આપવી પડે.સતત ૭ દિવસ તેઓ મૃત્યુ ને મ્હાત આપવા લડ્યા. પરંતુ કુદરત સામે કોનું જોર? અંતે તો પ્રભુને ગમ્યું એ જ થયું.૨૩ મી જુલાઇ એ તબીબોએ રોશનભાઇને બ્રેઇન ડેડ જાહેર કર્યા. બ્રેઇન ડેડ રોશનભાઇને ધર્મપત્ની એ આ ક્ષણે પરોપકાર ભાવ સાથે હિમંતપૂર્ણ પતિના અંગોનું દાન કર્યુ‌. અને હોસ્પિટલના તબીબોને હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હૃદય સીમ્સ હોસ્પિટલમાં,લીવર અને બંને કિડની સિવિલની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી જ્યારે અંગદાનની પ્રાર્થનામાં પહોંચ્યા ત્યારે તેમના માટે પણ ભાવપૂર્ણ થયેલ આ અંગદાનની ક્ષણ ભાવભીની બની રહી. તેમણે ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે પુરોહિત પરિવારનું હોસ્પિટલના વડા તરીકે અંગદાન સ્વીકાર્યું. આમ સિવિલ હોસ્પિટલમાં આ ૧૨૩ મું અંગદાન બની રહ્યું. અત્યારસુધીમાં ૧૨૩ અંગદાન માં ૩૯૭ અંગો મળ્યા છે અને ૩૭૭ને નવી જીંદગી.

Related posts

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

Ahmedabad Samay

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો