August 8, 2026
રમતગમત

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તારીખો બદલવા સુરક્ષા એજન્સીએ કર્યું સૂચન

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપની પ્રથમ મેચ યોજાઈ રહી છે એજ તારીખે નવરાત્રિનો પ્રથમ દિવસ છે જેને જોતા સુરક્ષા એજન્સીઓએ તારીખો બદલવા માટે સૂચન કર્યું છે.

ભારતીય ટીમે આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો સામનો કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને ટીમો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સામસામે ટીમો ટકરાશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ શકે છે.જે દિવસે બંને ટીમો વચ્ચે આ શાનદાર મેચ થવા જઈ રહી છે તે નવરાત્રિનો પહેલો દિવસ છે. ગુજરાતમાં આખી રાત ગરબા નૃત્ય સાથે ઉજવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એજન્સીઓએ સુરક્ષાની ચિંતાઓને કારણે BCCIને મેચને કોઈ અન્ય તારીખે શિફ્ટ કરવાની સલાહ આપી છે.

બીસીસીઆઈ સુરક્ષા એજન્સીઓની સલાહ પર પણ વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એજન્સીઓએ બોર્ડને કહ્યું છે કે આવા પ્રસંગોએ ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઈલ ગેમ્સ ટાળવી જોઈએ. આ મેચ માટે હજારો ચાહકો અમદાવાદ પહોંચવાના છે. જો મેચના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે તો ચાહકોને ભારે મુશ્કેલી પડી શકે છે. તે મેચ માટે અમદાવાદની લગભગ તમામ હોટલો બુક થઈ ગઈ છે.

જો સમયપત્રકમાં ફેરફાર થશે તો મોટા પાયે હોટેલ બુકિંગ કેન્સલ થવાની સંભાવના છે. રસપ્રદ વાત એ છે કે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ પણ અહીં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાવાની છે. ટુર્નામેન્ટને બે મહિનાથી વધુ સમય બાકી છે, પરંતુ ટિકિટના વેચાણ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જેના કારણે ચાહકોની નિરાશા વધી છે. એવું માનવામાં આવે છે કે BCCI ભારત-પાકિસ્તાન મેચ પર અંતિમ નિર્ણય લીધા બાદ ટિકિટનું વેચાણ શરૂ કરશે.

અહેવાલો અનુસાર, BCCI આ માટે એક તત્કાલિક બેઠક પણ બોલાવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ચાર ગ્રુપ મેચો યોજાવાની છે જેમાં પ્રથમ મેચ તેમજ 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ પણ યોજાશે.

Related posts

IND Vs AUS: વરસાદ ભારત-ઓસ્ટ્રેલિયા ODIમાં બની શકે છે વિઘ્ન, જાણો વિશાખાપટ્ટનમમાં આજે કેવું રહેશે હવામાન

Ahmedabad Samay

નીરજ ચોપરા આજે દોહામાં પોતાનું કૌશલ્ય બતાવશે, શું તે 90 મીટરનો અવરોધ તોડી શકશે?

Ahmedabad Samay

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું – તે પેનિક થઈ જાય છે…

Ahmedabad Samay

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

Ahmedabad Samay

MI Vs GT: આજે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો મુકાબલો, જાણો પ્લેઈંગ-11 અને જીતની વ્યૂહરચના

Ahmedabad Samay

સેમી ફાઈનલ જીત સાથે ભારત ફાઈનલમાં આવ્યું,ભારતે ૨૦૧૯ની હારનો બદલો લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો