IPL 2023 ની 8મી મેચ આજે એટલે કે 5મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (RR vs PBKS) વચ્ચે રમાશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતીને મેદાનમાં ઉતરી રહી છે. રાજસ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટી જીત નોંધાવી હતી, જ્યારે પંજાબે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. આ મેચ પહેલા, ચાલો જાણીએ બંને ટીમોના હેડ-ટુ-હેડ રેકોર્ડ અને સંભવિત પ્લેઈંગ-ઈલેવન વિશે.
જો પંજાબ અને રાજસ્થાન વચ્ચે જોવામાં આવે તો રોયલ્સનો હાથ ઉપર રહ્યો છે. આ બંને ટીમો અત્યાર સુધી 24 વખત સામસામે આવી ચુકી છે. જેમાં રાજસ્થાને 14 મેચ જીતી છે. તેને 10માં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબે 10 મેચ જીતી છે. તેમને 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ગયા વર્ષે 2022માં આ બંને ટીમો એક વખત ટકરાઈ હતી. જેમાં રાજસ્થાનનો 6 વિકેટે વિજય થયો હતો. તે મેચમાં યશસ્વી જયસ્વાલે 41 બોલમાં 68 રન ફટકાર્યા હતા. રાજસ્થાન રોયલ્સે 190 રનનો પીછો 19.4 ઓવરમાં કર્યો હતો. પંજાબ તરફથી જોની બેયરસ્ટોએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ.
પંજાબ કિંગ્સ
શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગ્સ્ટોન, શાહરૂખ ખાન, સેમ કુરણ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, કગીસો રબાડા, અર્શદીપ સિંહ.
DC vs GT: ગુજરાત ટાઇટન્સની સતત બીજી જીત, દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું
IPLની 16મી સિઝનની 7મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ગુજરાતની ટીમને દિલ્હી દ્વારા 163 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો જે તેણે 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં સાઈ સુદર્શને ગુજરાતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.