September 22, 2026
તાજા સમાચાર

માત્ર 6 મહિનામાં આ દેશ પર થયા 1800થી વધુ આતંકી હુમલા, જાણીને હચમચી જશો

આતંકવાદથી એમ તો તમામ દેશો પરેશાન છે, પરંતુ પશ્ચિમ આફ્રિકા આ ​​દિવસોમાં આતંકની આગમાં વધુ સળગી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, આ વર્ષના પ્રથમ છ મહિનામાં પશ્ચિમ આફ્રિકામાં આતંકવાદી હુમલાની 1,800 થી વધુ ઘટનાઓ નોંધવામાં આવી છે. તે મુજબ પશ્ચિમ આફ્રિકામાં દરરોજ સરેરાશ 10 આતંકવાદી હુમલા કરવામાં આવ્યા. આ આતંકવાદી હુમલાઓમાં લગભગ 4,600 લોકોના મોત થયા. એક ટોચના પ્રાદેશિક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી.

ટોચના પ્રાદેશિક અધિકારી ઓમર તૌરે યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું કે 15 દેશોના ઇકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન નેશન્સ (ECOWAS) માં લગભગ 50 લાખ શરણાર્થીઓ છે અને લગભગ 62 લાખ લોકો વિસ્થાપિત થયા છે. તેમણે જણાવ્યું કે 3 કરોડ લોકો સુધી આંતરરાષ્ટ્રીય સહાય પહોંચવી જરૂરી છે, અને ECOWAS માને છે કે તેમને તાત્કાલિક ખાદ્યાન્નની જરૂર છે. તેમણે કહ્યું કે આવતા મહિના સુધીમાં જરૂરિયાતમંદ લોકોની આ સંખ્યા વધીને 4.2 કરોડ થઈ જશે. તૌર ECOWAS કમિશનના પ્રમુખ છે. તેમણે કહ્યું કે આતંકવાદ, સશસ્ત્ર બળવો, સંગઠિત અપરાધ, સરકારના ગેરબંધારણીય પરિવર્તન, ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓ, પર્યાવરણીય કટોકટી અને નકલી સમાચારો સહિતના અનેક પરિબળો આ ક્ષેત્રમાં અસુરક્ષા વધારી રહ્યા છે.

ફરી આતંક વધવાની આશંકા

પશ્ચિમ આફ્રિકામાં જે રીતે આતંકે જોર પકડ્યું છે, તેનાથી ફરી આતંકના મૂળિયા ઉછળવાની આશંકા વધી ગઈ છે. ઓમર તૌરે જણાવ્યું કે આ ક્ષેત્ર ત્રણ દેશો માલી, બુર્કિના ફાસો અને ગિનીમાં લશ્કરી શાસન વચ્ચે આતંકવાદના પુનરુત્થાન અંગે ચિંતિત છે. તૌરેએ ધ્યાન દોર્યું કે જાન્યુઆરી અને 30 જૂન વચ્ચે પશ્ચિમ આફ્રિકામાં આતંકવાદી હુમલાની 1,800 થી વધુ ઘટનાઓ નોંધવામાં આવી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન આતંકવાદી હુમલાઓમાં 4,593 લોકો માર્યા ગયા, જેમાં બુર્કિના ફાસોમાં 2,725, માલીમાં 844, નાઈજરમાં 77 અને નાઈજીરિયામાં 70ના મોત થયા. તેમણે કહ્યું કે એટલાન્ટિક મહાસાગરથી દૂર બેનિન અને ટોગોમાં થયેલા આતંકવાદી હુમલાઓ તટીય દેશોમાં આતંકવાદના ફેલાવાનો સ્પષ્ટ સંકેત છે. આ એવી સ્થિતિ છે જે પ્રદેશ માટે વધારાના જોખમો ઉભી કરે છે.

Related posts

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

PM મોદીની 6G સ્પીડમાં કેટલી તાકાત? જાણો 5Gની સરખામણીએ તે કેવી રીતે કામ કરશે

Ahmedabad Samay

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખવાની રેસમાં સૌથી આગળ

Ahmedabad Samay

મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો, ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા, અંદાજે ૧૯ લોકો ગંભીરતાથી ઘવાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો