તમિલનાડુના તિરુવલ્લુરથી એક મોટી રેલ દુર્ઘટનાના સર્જાઈ, મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે ટ્રેનના ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
તિરુવલ્લુર પોલીસે એજન્સીને જણાવ્યું કે મૈસૂરથી પેરામ્બુર થઈને દરભંગા જતી પેસેન્જર ટ્રેન તિરુવલ્લુર નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. રેલ્વે અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે.
તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને મળ્યા જેમની ચેન્નાઈની સરકારી માલિકીની સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલના અકસ્માત અને ઈમરજન્સી વિભાગમાં સારવાર ચાલી રહી છે. તે જ સમયે, રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર (ED/IP)ના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે કહ્યું કે અમને ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી છે. જે બાદ રાહત કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. આખી ટ્રેનમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. રેલવે દ્વારા તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રેલ્વેની રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે અને તમામ કોચમાંથી મુસાફરોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ૯૦% થી વધુ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત ટીમ અને મેડિકલ ટીમ બંને અકસ્માત સ્થળે હાજર છ. બાકીના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે ચેન્નઈ સ્ટેશનથી રેલવે દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સમાચારએ રેલવે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે એક્સપ્રેસ ટ્રેને તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં ઉભી રહેલી ટ્રેનને ટક્કર મારી હતી. પોલીસે અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા પણ વ્યક્ત કરી છે. પોલીસે એજન્સીને જણાવ્યું કે બચાવ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
