September 23, 2026
ગુજરાત

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે. આ વખતે આ સ્વાગત કાર્યક્રમ બે દિવસનો રહેશે જે માટે અરજીઓ કરવાની રહેશે.

૨૩મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાનો અને ૨૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે.  જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નોની લેખિત રજૂઆત ૧૦મી ઓગસ્ટ સુધીમાં કરવા અનુરોધ કરવા સૂચિત કરાયું છે.

અધિક નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા
કક્ષાએ દર માસના ચોથા બુધવારે તથા જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

ઓગસ્ટ મહિનામાં તાલુકા કક્ષાએ તા. ૨૩ જુલાઈના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત બીજા દિવસે પણ તા. ૨૪ જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

અરજદારો જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો, ફરિયાદો જિલ્લા કલેક્ટરને મોકલી શકે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેનો આખરી નિકાલ કરી શકાય.

Related posts

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

વિદેશ ભણવા જવાની જીદ છોડો, હવે વિદેશીઓ આવે છે ગુજરાતમાં અભ્યાસ કરવા

Ahmedabad Samay

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે “જનસંપર્ક કાર્યાલય ‘ શરૂ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો