અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગણેશ વણજારા એન્ડ ગ્રુપ દ્વારા લોકડાઉન દરમિયાન દિવસ અને રાત્રે ખડેપગે કોરોના વોરિયર તરીકે ફરજ બજવતા પોલીસ જવાનો ને સુમસામ રસ્તા પર કોઈન દેખાતું તેવા સમયે ગણેશ વણજારા એન્ડ ગ્રુપ દ્વારા કોરોના વોરિયર ને મણિનગર, વસ્ત્રાલ, હથીજન અને હાઇવે પર રાત્રીના સમયે ચા પીવડાવાની સુંદર કામગીરી કરવામાં આવી હતી. કોરોના ના કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું અને તેવા સમયે ચા નાસ્તાની કે જીવન જરૂરિયાત વાળી દુકાન પણ ખુલ્લી ન હતી, તેવા સમયે ખડે પગે દિવસ રાત ફરજ બજાવી એ થોડું મુશ્કેલ ભર્યું કામ હતું, પણ જો ચા ની ચૂસકી મળી જાય તો થોડું રિફ્રેશ થઈ જવાય છે પણ લોકડાઉન ના કારણે કોઈ જગ્યાએ ચા કે કોફી મળવી મુશ્કેલ હતી. તેવા સમયે ગણેશ વણજારા એન્ડ ગ્રુપ દ્વારા રાત્રીના સમયે પોલીસ જવાનોને ચા અને કોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું.