અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે. આ વખતે આ સ્વાગત કાર્યક્રમ બે દિવસનો રહેશે જે માટે અરજીઓ કરવાની રહેશે.
૨૩મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાનો અને ૨૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નોની લેખિત રજૂઆત ૧૦મી ઓગસ્ટ સુધીમાં કરવા અનુરોધ કરવા સૂચિત કરાયું છે.
અધિક નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા
કક્ષાએ દર માસના ચોથા બુધવારે તથા જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.
ઓગસ્ટ મહિનામાં તાલુકા કક્ષાએ તા. ૨૩ જુલાઈના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત બીજા દિવસે પણ તા. ૨૪ જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.
અરજદારો જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો, ફરિયાદો જિલ્લા કલેક્ટરને મોકલી શકે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેનો આખરી નિકાલ કરી શકાય.