August 8, 2026
ગુજરાત

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

યુવકના બાઈકના આગળના ભાગથી ઝેરી સાપ નિકળતા ગભરાયેલા યુવકે બાઈક ફંગોળી દીધું હતું. 1.5 ફૂટ લાંબા ઝેરી સાપનું રેસ્ક્યુ વિજય ડાભીએ કર્યું હતું. બોનેટના ભાગે નિકળેલો સાપ જો ડંખી ગયો હોત તો સમયસર સારવાર ન મળતા યુવકને જીવ પણ જઈ શક્યો હોત.

અવાર નવાર ઝાડી ઝાંખરા વિસ્તારમાંથી સાપ નિકળતા હોય છે પરંતુ વાહનો પર પણ સાપ નિકળવાની ઘટના બને છે. આવી જ ઘટના એક યુવક જ્યારે બાઈક લઈને જઈ રહ્યો ત્યારે બાઈકના આગળના બોનેટના ભાગથી સ્ટીયરીંગ પરથી સાપ દેખાતા યુવકે અચાનક ચાલું બાઈક પરથી હાથ લઈ લેતા બાઈફ ફેંકી દીધું હતું. યુવકે આમ પોતાને જીવનું જોખમ રહેવાના કારણે ગભરાયેલી હાલતમાં બાઈકને મુકી દીધું હતું.

બાઈકમાં સાપ ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરાઈ હતી અને વિજય ડાભીએ આ સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને બાઈકના આગળના ભાગેથી મહા મુસિબતે આ સાપને બહાર કાઢ્યો હતો.

યુવક જ્યારે ઘરેથી નિકળ્યો ત્યારે તેને ખ્યાલ જ નહોતો કે, આગળના ભાગે ઝેરી 1.5 ફૂટ લાંબો સાપ પણ છે. જે સ્ટીયરીંગના આગળના ભાગેના બોનેટમાં છે. આ સાપ ત્યાં અંદર જ ફસાયેલો હતો. બાઈક આગળ ચાલતા હલન ચલન થતા સાપ પણ બહાર આવ્યો હતો. આ ઝેરી સાપ હતો જેમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે. જો આ સાપ કરડે તો માણસનું મૃત્યુ થવાની પણ સંભાવના છે.

Related posts

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો