મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મુખ્ય ખાતાઓ:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની પાસે સામાન્ય વહીવટ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગો અને મકાનો, નર્મદા, ખાણો અને ખનિજો, માહિતી અને પ્રસારણ જેવા અત્યંત મહત્ત્વના વિભાગો યથાવત રાખ્યા છે.
નવા નિમાયેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ રમેશકુમાર સંઘવીને ગૃહ, પરિવહન, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવા, ઉદ્યોગ, પર્યટન અને યાત્રાધામ વિકાસ સહિત ૧૨થી વધુ મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે.
કેબિનેટ મંત્રીઓને ફાળવાયેલા મુખ્ય વિભાગો:
* શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગો યથાવત રાખવામાં આવ્યા છે.
* શ્રી જીતેન્દ્રભાઈ સાવજીભાઈ વાઘાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકારી, પશુપાલન અને ગૌસંવર્ધન જેવા કૃષિ સંબંધિત વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
* શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ આવાસ, વિધાન અને સંસદીય કાર્ય વિભાગો સોંપાયા છે.
* શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાને વનો અને પર્યાવરણ, હવામાન પરિવર્તન, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા અગત્યના વિભાગો મળ્યા છે.
* ડૉ. પ્રદ્યુમન ગુણાભાઈ વાઝાને સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ જેવા વિશાળ વિભાગો સોંપવામાં આવ્યા છે.
* શ્રી કુંવરજીભાઈ મોહનલાલ બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગો યથાવત્ રખાયા છે.
* શ્રી રામણભાઈ ભીખાભાઈ સોલંકીને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગો સોંપાયા છે.
* શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલને આદિજાતિ વિકાસ, ખાદી, હસ્તકલા અને ગ્રામ ઉદ્યોગો વિભાગો સોંપાયા છે.
રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય મંત્રીઓને ફાળવાયેલ મુખ્ય વિભાગો:
* શ્રી પ્રફુલ ચગનભાઈ પંસેરિયાને આરોગ્ય, પરિવાર કલ્યાણ અને મેડિકલ શિક્ષણનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
* શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને જળસંસાધન, પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે.
* ડૉ. (શ્રીમતી) મનીષા રાજીવભાઈ વકીલને મહિલા અને બાળ વિકાસનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
* શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગમાં રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી મળી છે.
* શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં રાજ્ય મંત્રી બનાવાયા છે.
* શ્રી પી.સી. બારંડાને આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોની જવાબદારી મળી છે.
* શ્રી કમલેશભાઈ રમેશભાઈ પટેલને નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, દારૂબંધી અને એક્સાઇઝ જેવા વિભાગોમાં રાજ્ય મંત્રી બનાવાયા છે.
* શ્રી પરષોત્તમભાઈ સોલંકીને માછીમારી વિભાગમાં રાજ્ય મંત્રી તરીકે યથાવત્ રખાયા છે.
