અમદાવાદમાં વરસાદની સ્થિતિમાં લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલિસ દ્વારા મોન્સુન પ્લાન અંતર્ગત જવાનોને એલર્ટ પર રાખવામાં આવી રહ્યા છે. ટ્રાફિક હેલ્પલાઈન 1095 પર કોલ કરીને મદદ માગી શકો છો. આ સિવાય નજીકના ટ્રાફિક જંક્શન પર પણ મદદ માગી શકો છો. જો કે, આ સિવાયના અન્ય ટ્રાફિકને લગતા કિસ્સામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા મદદ પહોંચડવામાં આવી રહી છે.
ખાસ કરીને ટ્રાફિક પોલીસે બનાવેલા મોન્સુન પ્લાન અંતર્ગત ડીસીપી, એસીપી, પીઆઈ, હોમગાર્ડ સહીતના પોલીસ અને ટીઆરબી જવાનો ફિલ્ડમાં હાજર રહે છે. ખાસ કરીને ચાલું વરસાદ દરમિયાન અંડર બ્રિજ ભરાઈ જતા હોય છે જેથી ત્યાં પણ પોલીસ તૈનાત રહે છે.
જેમાં કેટલાક લોકોએ આ અંતર્ગત ફોન પણ કર્યો હતો જેમને યોગ્ય પ્રત્યુત્તર સાથે મદદ પણ આપવામાં આવી છે. વરસાદ સમયે લોકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ સાથે મદદ પણ પહોંચાડવામાં આવે છે.
ખાસ કરીને વરસાદ જેવી સ્થિતિમાં પણ વાહનો બંધ થઈ જાય તો પણ લોકો ટ્રાફિક જવાનોની મદદ લેતા હોય છે. જો કે, અત્યારે છેલ્લા 24 કલાક ટ્રાફિક જવાનો કામ કરે છે. ઈસ્કોન બ્રિજની અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.