June 25, 2026
ગુજરાત

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

ગુજરાતમાં જાણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ દ્વારા દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોય તેવા સમાચાર છાશવારે આપણી સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર અમદાવાદના થલતેજ-શીલજ બ્રિજ નીચે કોઈ પણ ખોફ કે ડર વિના ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવતું હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. વહેલી સવારથી જ આ દેશી દારૂના અડ્ડા પર લોકોની દારૂ પીવા માટે ભીડ જામે છે.

સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વહેલી સવારે દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વીડિયો થલતેજ-શીલજ બ્રિજ નીચેનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાય છે દેશી દારૂનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવે છે. કોઈ પણ ખોફ વિના વહેલી સવારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું પેકિંગ કરી વેચાણ કરતો વીડિયો સામે આવતા હવે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊઠી રહ્યા છે. જો કે, હવે વીડિયો સામે આવતા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.

Related posts

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા, પોલીસે તેજ કરી તપાસ

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

વડાપ્રધાન  શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે ભાવનગરમાં, અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ  કર્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો