September 22, 2026
ગુજરાત

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા એલ.એમ.વી. કારમાં GJ01-WN નવી સીરીઝ માટે ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે. પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૯ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

એલ.એમ.વી. કારમાં GJ01-WN નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા
વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy પર ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે.

ત્યારબાદ તા. ૨૧ ઓગસ્ટ સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancy
વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે. તે તારીખ થી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે.

નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. અરજદારે હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવણું કર્યું હોય તે જ Modeથી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.

Related posts

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

નિતિન પટેલ:ગુજરાતમાં લોકડાઉનમાં વધારો નહિ થાય

Ahmedabad Samay

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

Ahmedabad Samay

રસોઈગેસનું બજાર મૂલ્ય પ્રતિ સિલિન્ડર ૧૧.૫૦ રૂપિયા વધ્યું

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો