August 7, 2026
ગુજરાત

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

અમદાવાદમાં જોય રાઈડનો આનંદ લોકોને ફરીથી માણવા મળશે. રીવરફ્રન્ટથી સાયન્સ સિટી સુધી હેલિકોપ્ટર જોય રાઈડ 12 ઓગસ્ટથી ફરી શરુ થશે. હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો ઉપરથી નજારો લોકો માણી શકશે.

નવેસરથી ટેન્ડર પ્રક્રીયા બાદ કોન્ટ્રાક્ટ ફરીથી જૂની કંપનીને મળ્યો છે. એરોટ્રાન્સ કંપની સાથે ગુજસેલ દ્વારા 11 મહિનાનો અગાઉ સમજૂતી કરાર થયો હતો. માર્ચ મહિનામાં અગાઉ આ રાઈડ  શરુ થઈ હતી પરંતુ ફરીથી આ પ્રક્રીયા થઈ હોવાથી જોય રાઈડ 12 ઓગસ્ટથી શરુ થશે.

જાણો કેટલું હશે ટિકિટનું ભાડું

હેલિકોપ્ટરની મુસાફરી માટે 2478 રુપિયા ચૂકવવા પડશે. જેમાં તેમને રીવરફ્રન્ટથી પાલડી સુધીની રાઈડનો આનંદ માણવા મળશે. જો કે, અગાઉ આ ભાડું 2360 લેવામાં આવતું હતું પરંતું તેમાં 118 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે માટે ઓનલાઈન પણ બુકિંગ થઈ શકે છે.

વીકેન્ડ અને જાહેર રજામાં ચાલું રહેશે જોય રાઈડ
ખાસ કરીને વીકેન્ડમાં લોકો પરીવાર સાથે ફરવા માટે જતા હોય છે માટે શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર રજામાં જ જોય રાઈડ ચાલું રહેશે. ખાસ કરીને અગાઉ વીકેન્ડમાં વધુ લોકો આ રાઈડનો આનંદ માણતા હતા ત્યારે ફરીથી એકવાર આજ મહિનાથી જોય રાઈડનો આનંદ માણી શકાશે.

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

પ.બંગાળની હિંસક ઘટનાના વિરોધમાં મેઘાણીનગરમાં ધરણા પ્રદશન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો