September 21, 2026
ગુજરાત

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં જાખણ ગામના પાટિયા પાસે આઇશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યકિતના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

….અકસ્માત ઝોનમાં આવતા લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. જેમાં અસંખ્ય લોકો અકાળે મોતને ભેટે છે. ત્યારે લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં આ ગોઝારા અકસ્માત બાદ આઇસર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ થયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે અને બાદમાં લીંબડી સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આઇશર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ઘટનાસ્થળેથી નાસી છૂટેલા આઇસર ચાલકને ઝબ્બે કરવા સાથેની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ હોસ્પિટલે પણ સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી જતા કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

Related posts

બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક યોજાઈ

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં હેલપિંગ હેન્ડ ટ્રસ્ટ અને ભાજપના કાર્યકરો દ્વારા સ્કૂલના ચોપડા અને બેગ વિતરણનું કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી અહેમદ પટેલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો