અમદાવાદમાં બાબા બાગેશ્વરનો લોકદરબારનો કાર્યક્રમ હોવાથી તેઓ આવતીકાલે સુરતથી અમદાવાદ આવશે. ચાણક્યપુરીમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
ગઈકાલે વિશાળ જનમેદનીમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે હવે અમદાવાદમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તોની વચ્ચે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આવતીકાલે 8 વાગે સુરતથી હવાઈ માર્ગેથી નકળી અમદાવાદ સવારે 9 કલાકે પહોંચશે.
અમદાવાદથી અંબાજી દર્શન કરવા માટે તેઓ પહોંચશે. જ્યાં માં અંબાના દર્શન કરીને તેઓ આશીર્વાદ મેળવશે. તેઓ અમદાવાદ આવીને રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે બાબા બાગેશ્વર સુરતમાં છે જ્યાં ફાઈસ્ટાર હોટલમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરનો તેમનો કાર્યક્રમ હતો પરંતું પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. સુરતથી આવતીકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. જો કે, પ્રથમ દિવસે જ ગુજરાતમાં તેઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જો કે, અમદાવાદ બાદ તેમનો રાજકોટનો કાર્યક્રમ યોજવામાં આવશે. આમ ગુજરાતમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.