August 7, 2026
જીવનશૈલી

અંગ દાન એ મહા દાન: ૩૯ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં તેમના પરિવારે તેમના ચક્ષુનું કર્યું દાન

આપના હિન્દુ ધર્મમાં દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે તેમાં પણ કહેવાય છે કે અંગ દાન એ મહા દાન. હાલ અંગ દાન કરવા પર ભાર મુકાઈ રહયો છે. વ્યક્તિનું મૃત્યુ થતાં તે તો રાખ બની જાય છે પરંતુ જો તેનાં અંગોનું દાન કરવામાં આવે તો પાછળ કેટલાય લોકોને નવી જિંદગી મળી જાય છે તેથી આપણે અંગ દાન અવશ્ય કરવું જોઈએ. અંગ દાનનો મહિમા સમજાવતો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩૯ વર્ષની નાની વયે મૃત્યુ થતાં પરિવારે મૃતકના ચક્ષુ દાન કર્યા જેથી બીજા લોકોને નવી જિંદગી મળી શકે. મળતી માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા ભગીરથભાઈ રાદડીયાનું ૩૯ વર્ષની નાની વયે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારે તના પરિવારે માનવતા દાખવી તેમના ચક્ષુનું દાન કર્યું હતું. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના અધ્યક્ષ દ્વારા પરિવારને અંગ દાનનું મહત્વ સમજાવતા પરિવારે ચક્ષુ દાન કરવા માટે હાની ભરી હતી જેથી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડોકટર અને તેમની ટીમ દ્વારા મૃતકની ચક્ષુદાન પ્રક્રિયા કરેલી અને મોડી રાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ અને રાજકોટ સરકારી જી.ટી. શેઠ હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા.

Related posts

કબજિયાતથી છુટકારો મેળવવા માટે આ કુદરતી રીતો અજમાવો, પછી જુઓ કમાલ….

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay

Summer Hair Care: તડકા અને પરસેવાથી વાળને નુકસાન થાય છે? તો ઈંડાની મદદથી ઘરે જ ડેમેજ રિપેરિંગ શેમ્પૂ બનાવો

Ahmedabad Samay

Stomach Pain: પેટમાં તીવ્ર દુખાવો વારંવાર થાય છે? આ 4 વસ્તુઓની મદદથી સમસ્યા દૂર કરો

Ahmedabad Samay

કિડની સંપૂર્ણપણે નુકસાન થાય તે પહેલાં આપે છે આ સંકેતો! જાણો માહિતી

Ahmedabad Samay

જો તમે રોજ સવારે ચા પીવો છો તો તેમાં આ એક વસ્તુ આજથી ઉમેરી ચા પીવો,તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો