15 ઓગસ્ટ આવી રહી છે ત્યારે તેના એક દિવસ પહેલા શનિવાર અને રવિવારની રજા છે આ મિની વેકેશનની તૈયારીઓ અત્યારથી જ ગુજરાતીઓએ ફરવા માટે કરી દીધી છે. અમદાવાદથી ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્રી સહીતના સ્થળોએ ફરવાના પ્લાન પણ બનાવી લીધા છે. ત્યારે ગોવાના પ્લેનનું ભાડામાં મોટો વધારો થયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ 4થી 5 ગણો ટિકિટોના ભાવોમાં વધારો થયો છે.
12 ઓગસ્ટના રોજ શનિવાર જ્યારે 13 ઓગસ્ટના રોજ રવિવાર છે સોમવારના એક દિવસે રજાઓ ઓફિસોમાં કર્મચારીઓએ મુકી છે જેથી 15 ઓગસ્ટ મંગળવારની રજા છે માટે ચાર દિવસની રજાઓનો એ મિની વેકેશન સમાન હોવાથી અમદાવાદીઓએ ગોવા અને રાજસ્થાનના પેકેજ વધુ બુક કરાવ્યા છે. ઉદયપુર, આબુ સહીતની હોટલો ગુજરાતીઓથી અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે જ્યારે ગોવાનું એરફેરનું ભાડું 12થી લઈને 19 હજાર સુધીનું પહોંચ્યું છે જ્યારે વન વે એર ફેરનું ભાડું 8થી લઈને 10 હજાર જેટલું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રીના ફ્લાઈટોના ભાડા પણ વધ્યા છે. અમદાવાદથી પૂણેનું એરફેરનું ભાડું 5700થી 13 હજાર આસપાસ પહોંચ્યું છે. પૂણેથી લોનાવાલા સહીતના સ્થળોએ પહોંચવું સરળ બને છે માટે અમદાવાદથી મહારાષ્ટ્ર જનાર લોકોની પણ સંખ્યા વધુ છે.
આમ ખાણી-પીણીની સાથે સાથે ફરવાના શોખિન ગુજરાતીઓએ આ 4 દિવસની રજાઓનો પ્લાન અત્યારથી જ બનાવી દીધો છે. જેને જોતા ફ્લાઈટોના ભાડાઓ પણ વધ્યા છે.