આપના હિન્દુ ધર્મમાં દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે તેમાં પણ કહેવાય છે કે અંગ દાન એ મહા દાન. હાલ અંગ દાન કરવા પર ભાર મુકાઈ રહયો છે. વ્યક્તિનું મૃત્યુ થતાં તે તો રાખ બની જાય છે પરંતુ જો તેનાં અંગોનું દાન કરવામાં આવે તો પાછળ કેટલાય લોકોને નવી જિંદગી મળી જાય છે તેથી આપણે અંગ દાન અવશ્ય કરવું જોઈએ. અંગ દાનનો મહિમા સમજાવતો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩૯ વર્ષની નાની વયે મૃત્યુ થતાં પરિવારે મૃતકના ચક્ષુ દાન કર્યા જેથી બીજા લોકોને નવી જિંદગી મળી શકે. મળતી માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા ભગીરથભાઈ રાદડીયાનું ૩૯ વર્ષની નાની વયે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારે તના પરિવારે માનવતા દાખવી તેમના ચક્ષુનું દાન કર્યું હતું. ધોરાજીના માનવ સેવા યુવક મંડળના અધ્યક્ષ દ્વારા પરિવારને અંગ દાનનું મહત્વ સમજાવતા પરિવારે ચક્ષુ દાન કરવા માટે હાની ભરી હતી જેથી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ચક્ષુદાન સેન્ટરના અધિકક્ષ ડોકટર અને તેમની ટીમ દ્વારા મૃતકની ચક્ષુદાન પ્રક્રિયા કરેલી અને મોડી રાતે ચક્ષુદાન પ્રક્રિયા કરેલ અને રાજકોટ સરકારી જી.ટી. શેઠ હોસ્પિટલ રાજકોટ મોકલવામાં આવ્યા હતા.