August 8, 2026
ગુજરાત

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં.

સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર છે.

જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Related posts

ડ્રેનેજ સાફ કરવા ઉતરેલા વધુ એક સફાઇ કામદારનું ગૂંગળામણથી મોત ત્રણ લોકો એક મોલની ડ્રેનેજ સાફ કરવા ઉતર્યા અને આ દરમિયાન અચાનક એક શ્રમિકનું ગુંગળામણથી મોત, મૃતક શ્રમિકના પરિવારજનોને કરી વળતરની માંગ

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

પાવાગઢના પ્રખ્યાત શક્તિપીઠ ખાતે આજે એક કાર્ગો રોપ-વે તૂટી પડ્યો. આમાં 6 લોકોના મોત

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો