હાટકેશ્વર બ્રિજને લઈને ફરી એકવાર ફરી એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બ્રિજના બાંધકામ પહેલા જ તમામ નાણાં આપી દેવાયા હોવાની વિગતો પણ સામે આવી છે. જેથી સાંઠગાંઠ હોવાની પણ પૂર્ણ આશંકા આ બ્રિજને લઈને છે. ઓડિટ રીપોર્ટમાં બ્રિજ બન્યા પહેલા રુપિયા ચૂકવ્યાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર પર વારી ગયેલા અધિકારીઓએ બ્રિજના વિલંબના કારણે 12.60 લાખથી જે નિયમ પ્રમાણે દંડ લેવાનો હોય તે પણ માફ કરી તેને બચાવ્યો હતો. આમ આ બ્રિજ મામલે એક પછી એક વિગતો સામે આવી રહી છે.
ઓડિટ રીપોર્ટમાં કેટલીક વિગતો આવી સામે
ઓડિટ રીપોર્ટમાં અન્ય કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે જેમાં સુપરવિઝન અને કન્ટિઝન્સી ચાર્જ પેટે ગ્રાન્ટમાંથી 3 ટકાને બદલે 5.45 ટકાની ગ્રાન્ટ કાપી છે. પ્રૂફ ચેકિંગ માટે પણ 4 લાખની જગ્યાએ 19 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલીક વિગતો પણ સામે આવી છે.
બ્રિજમાં અનેક જોખમો
બ્રિજનો હજુ પણ કેટલોક ભાગ બેસી ગયો છે. રોડ છેડાના ભાગ પર બેસી ગયો છે. 5 વર્ષમાં બ્રિજના અનેક ભાગો પર તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે આ બ્રિજ જોખમી સાબિત થાય તેવી ભિતી છે. બ્રિજને ટેકા મૂકવા પડે તેવી સ્થિતિ ઉત્પન થઈ છે. સેન્ટરના બે સ્પાન સિવાય પણ બ્રિજ જોખમી બની ગયો છે. બ્રિજના વિલંબના કારણે 12.60 લાખથી જે નિયમ પ્રમાણે દંડ લેવાનો હોય તે પણ માફ કરી દેવામાં આવ્યો છે. ઓડિટ રીપોર્ટના આધારે અનેક ભ્રષ્ટાચારનો અંદાજ લગાવી શકાય છે.
છેલ્લા છ મહિનાથી બંધ પુલની તપાસમાં ગુણવત્તાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. અનેક ભ્રષ્ટાચારના ખુલાસાઓ પણ આ મામલે થઈ રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ પુલને છેલ્લા પાંચ વર્ષમાં છથી સાત વખત સમારકામ કરવામાં આવ્યું છે.