August 8, 2026
Other

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

અમદાવાદ શહેરમાં રીક્ષા ચાલકો માટે પોલીસ કમિશનરને જાહેરનામું બહાર પાડ્યું છે. રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે. આ સાથે પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે.

રીક્ષામાં અસામાજિક તત્વો દ્વારા થતી હેરફેર અંગેના ગુન્હા બન્યા બાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ  નિર્ણય લેવામાં આવ્યો છે.  12 ઇંચ×10 ઇંચ ની સાઈઝની પ્લેટમાં તમામ વિગતો દર્શાવવાની રહેશે. એક વાર લખાણ લખ્યા બાદ ભૂંસાય નહિ તે રીતે લખાણ લખવા સૂચના આપવામાં આવી છે.

એક મહિનાની અંદર તમામ રીક્ષા ચાલકોએ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.  1 ઓક્ટોબરથી જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવશે. 1 નવેમ્બરથી પોલીસ દ્વારા નિયમ ભંગ કરનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

રીક્ષા, કેબ,  ટેક્ષીમાં નાગરીકો સાથે છેંતરપીંડી, મોબાઈલ ચોરી, કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ,  મહિલાઓની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બનતા હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Related posts

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

ધ ઈન્ડિયા સ્ટોરી સ્લો પોઈઝન ઇન પ્રોગ્રેસ” નું ખૂબ જ અપેક્ષિત ટ્રેલર રિલીઝ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

આજે મહાધમાકામાં ૩ મોટી ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવશે, જ્યારે ૫ હાઈ-બજેટ વેબસિરિઝ થશે રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો