September 19, 2026
Other

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી

સરદારનગરમાં મહિલા મિત્રએ જ તેની મિત્રને બ્લેકમેઈલ કરીને 3 લાખ પડાવ્યાની ઘટના સામે આવી હતી.  આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા સરદારનગર પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી અને આગળી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મહિલા એક લોન એજન્ટ હતી તે મિત્રની સહ આરોપીને લઈને મુખ્ય આરોપીના ઘરે લોનના કામ માટે ગઈ હતી ત્યાં એકલતાનો લાભ ઉઠાવીને તેના બીજી પુરૂષ સાથે ફોટા પડાવીને બ્લેકમેલ કરીને 3 લાખ પડાવી લીધા હતા. આ ઘટના બાદ બીજા 50 હજાર માંગતા મિત્રએ મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતીને હવે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

રુપિયા મેળવવા માટે મહિલા મિત્ર એ તેની જ મિત્ર ને બ્લેકમેઇલ કરી અને તેની પાસેથી 3 લાખ રુપિયા પડાવી લીધા હતા. મહિલાને બેભાન કરી પર પુરુષ સાથે તેના ફોટા પાડી તેને બ્લેકમેલ કરવામાં આવી. જે મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી પતિ-પત્ની સહિત કુલ ત્રણની ધરપકડ કરી હતી. સાથે જ અન્ય કોઈ મહિલાને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે કે કેમ, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સરદારનગર પોલીસે ત્રણ આરોપીઓ ના નામ પૂજા દાવર. તેના પતિ રાજેશ દાવર અને મંજુ અહુજા છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ 35 વર્ષીય લોન એજન્ટ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી પૂજા દાવરની મહિલા મિત્રએ કેફી પીણું પીવડાવી પર પુરુષ સાથે ના તેના ફોટા પાડ્યા હતા. અને તે ફોટા વાયરલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ₹3 લાખ પડાવી લીધા જોકે આરોપીએ વધુ 50 હજારની માંગ કરતા ફરિયાદીએ પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

કાજલબેન હિન્દુસ્તાનીને ફસાવવા ખોટી ફરિયાદો / અરજીઓ સમક્ષ હિન્દૂ સેના કાજલ હિન્દુસ્તાની આપ્યું સમર્થન, કલેક્ટર શ્રીને આપ્યું આવેદનપત્ર

Ahmedabad Samay

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

Ahmedabad Samay

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો