ઈસરોએ દ્વારા માહિતી આપતા ઉણાવ્યું છે કે “અવકાશયાન પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે અને પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. હવે તે સૂર્ય-પૃથ્વી લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એક પછી એક સફળતાના ઝંડા લગાવી રહ્યું છે. આદિત્ય-L1 મિશનને લઈને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે આદિત્ય-L1 પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તેણે પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રને સફળતાપૂર્વક ટાળીને આ અંતર કાપ્યું છે. તે હવે સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) તરફ આગળ વધી રહ્યું છે.