November 7, 2026
Other

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની આગાહી

કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્‍યારે આ સપ્‍તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની . હાલ સવારનું અને દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે તેમ ઉંચુ જ રહેશે. માવઠાના દિવસોમાં ન્‍યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

છેલ્લા ઘણા દિવસથી મહતમ અને ન્‍યુનતમ તાપમાન નોર્મલથી ઉંચા જ રહે છે. ખાસ કરીને શિયાળાની ઠંડી પડવી જોઈએ તેવો માહોલ જોવા મળતો નથી. જેમાં અમદાવાદ ૨૧.૮, રાજકોટ ૨૪.૨, ડીસા ૨૦, વડોદરા ૨૨.૨ ડીગ્રી આમ, આ બધા નોર્મલથી પાંચેક ડીગ્રી ઉંચા છે.

હાલમાં નોર્મલ મહતમ તાપમાન ૩૩ ડીગ્રી આસપાસ ગણાય અને ન્‍યુનતમ તાપમાન ૧૭ થી ૧૮ ડીગ્રી ગણાય. જયારે રાજસ્‍થાન નજીક ગુજરાત બોર્ડર ૧૫-૧૬ આસપાસ ગણાય.

તા.૨૧ થી ૨૭ નવેમ્‍બર સુધીની આગાહીમાં  તા.૨૪ આસપાસ એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ નોર્થ ઈન્‍ડિયામાંથી પસાર થાય છે. જેના લીધે ૫.૮ કિ.મી. અને તેની ઉપરના લેવલમાં ફૂલ સ્‍પીડ પવનો સાથેનો મજબૂત ટ્રફ થશે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ જાય ત્‍યારે નોર્થ ઈસ્‍ટ અરબીસમુદ્ર અને ગુજરાત રાજય ઉપરથી પસાર થશે. જે વધુ દક્ષિણ તરફ સરકી આવે છે.

ઉપરોકત પરીબળના લીધે તા.૨૫ થી ૨૭ નવેમ્‍બર દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં માવઠાની શકયતા છે.આગાહી સમયમાં પવન મુખ્‍યત્‍વે ઉતર- પૂર્વ અને ઉત્તરના રહેશે અને અમુક દિવસ પૂર્વના પવન રહેશે.

આગાહી સમયમાં ન્‍યુનતમ તાપમાન નોર્મલથી વધુ જ રહેશે અને માવઠાની અસરના સમયે ન્‍યનુતમ તાપમાન એક- બે દિવસ નીચુ આવી જશે.

Related posts

અમદાવાદ  શહેરના 28 P.I.ની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદના વાડજ વિસ્તારમાં બની એસિડ અટેકની ઘટના

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગ યોજાઇ

Ahmedabad Samay

દિલ્હીમાં રાહુલ ગાંધીની ‘ચા પાર્ટી’ બાદ વિપક્ષનો મોટો દાવો, CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ફરી તેજ

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો