ગત રોજ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટ તરફે સમાજને લગતા કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી,
મરાઠી સમાજના યુવા અધ્યક્ષ તરીકે શ્રી શિલ્પા ડાભોલકર અને મિતેષ જલગાવકરની નિમણૂક કરવામાં આવી હતી અને નવ વર્ષમાં યોજાનાર હલદી કુંકુ કાર્યક્રમ વિશે પણ ચર્ચા કરવામાં આવી અને કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી નવ નિયુક્ત યુવા અધ્યક્ષને ખૂબ ખૂબ અભિનંદન

