August 7, 2026
ગુજરાત

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા છે. વીજળી પડવાથી ૨૯ મકાનોને નુકસાન પહોંચ્‍યું છે. કુલ ૨૯ કાચા પાકા મકાન ધરાશાયી થયા છે. સૌથી વધુ સુરતના ૨૫ ગામમાં બનાવ બન્‍યા છે.

શિયાળામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ભારે સંકટમાં મુકાયા છે. રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકંમાં કમોસમી વરસાદથી ઉભા પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, એરંડા, સોયાબીન ઉપરાંત ધાણા, જીરૂ જેવા પાક પણ નુકસાની થવાની ભીતિ સેવાઇ રહી છે. કપાસનો પાક ઢળી પડતા કપાસનો ઉતારો ૨૫ મણના બદલે ૧૫ મણ થાય તેવી શકયતા વ્‍યક્‍ત કરાઇ છે.

કપાસના ભાવ પણ ઓછા મળવાની ભીતિ વચ્‍ચે મહેનત અને ખર્ચ માથ પડે તેવો તાલ સર્જાયો છે. સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માગ કરી છે. તે ઉપારાંત સરકાર દ્વારા ખેડૂતોના તૈયાર પાક માટે વિશાળ ગોડાઉન બનાવાય તેવી પણ માગ કરાઇ છે.

રાજ્‍યમાં કમોસમી વરસાદે ખેતી પાકમાં સોથ વાળી દીધો છે. સુરેન્‍દ્રનગરના વઢવાણ તાલુકાના ૪૫ ગામમાં રવીપાકને મોટુ નુકસાન થયું છે. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે. જીરું, અજમો, ઘઉં, વરિયાળી સહિતના રવીપાકને વ્‍યાપક નુકસાન થયું છે.

ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓ પાછળ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પર માવઠાએ પાણી ફેરવી દીધુ છે. ભારે પવનના કારણે એરંડાનો પાક આડો પડી જમીનદોષ થયો છે. હાલ ખેડૂતો સરકાર પર સહાયની આશ રાખીને બેઠા છે. ખેડૂતોએ નુકસાન અંગે સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

Related posts

હાયરે મોંઘવારી,ગરમીમાં શાકભાજીના ભાવો વધતા લોકોને પેટ ભરવા કઠોળ ખાવા પડશે

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચારપત્રના અહેવાલની અસર, અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનું કરાયું નિકાલ

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

હવામાન વિભાગે દેશના ૧૯ જેટલા મોટા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર આંધી-તોફાનનું રેડ એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો