July 27, 2026
Other

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) અને શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ અને સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ જિગીષા બેન પટેલની ઉપસ્થિતિ એ નવી ઉર્જાનો સંચાર કર્યો.
પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, ચેરમેન ડૉ. જીતુભાઇ બી.પટેલ , સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ, ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ પટેલ, ડો વિશ્વાસ અમીન, આર સી પટેલ, સનેહલભાઈ પટેલ (પીસી સ્નેહલ ગ્રુપ) હાજર રહી ઇનામ વિતરણ કાર્યક્રમને ઓપ આપ્યો હતો .


આ પ્રસંગે કવયિત્રી અને લેખિકા બીનાબહેન પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું અને જણાવ્યું હતું કે , તેજસ્વી બાળકોએ જીવનમાં સતત મહેનત કરવી જોઈએ .તેઓએ શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિનું જતન કરતાં પણ શીખવું પડશે.બીના બહેને પોતાના નવા પુસ્તક ‘સનાતનનો જયઘોષ ‘ભવ્ય રામમંદિર વિષે ઊંડાણપૂર્વક વાત કરી .
આ સુંદર પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો

Ahmedabad Samay

ગ્રેડ પે મામલે ગત રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઈ

Ahmedabad Samay

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

પ્રથમ વખત દેશના વડાપ્રધાનશ્રીની નેમ પ્લેટ પર ‘ઇંડિયા’ ને બદલે ભારત લખાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો