મોડીરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું છે, અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી,આર,પાટીલ સંહિતાને વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા
વાયબ્રન્ટ સમિટ 2024માં ભાગ લેવા માટે પીએમ અમદાવાદ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી 10 મી જાન્યુઆરીએ 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્દઘાટન કરવાના છે. એ પહેલા પીએમ મોદી 9 જાન્યુઆરીએ સવારે 9.30 વાગ્યે વર્લ્ડ લીડર્સ અને વિવિધ કંપનીના CEO સાથે મિટીંગ કરશે.
ત્યારબાદ બપોરે 3 વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન અમદાવાદ ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ સુધી પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યાનનો રોડ શો યોજાશે. આ રોડ શોને લઈને ઍરપોર્ટથી શરૂ કરી તમામ રૂટ પર રંગબેરંગી રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે.
જુદા જુદા રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોને અનુલક્ષીને સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. સાથોસાથ રસ્તાની બંને તરફ લોકો ઉભા રહી શકે અને બંને દોશોના મહાનુભાવોનું સ્વાગત કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.


