August 20, 2026
Other

નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે સામાન્ય જનતાને ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની આશા હતી, પરંતુ સરકારે ટેક્સના માળખામાં કોઈ નવી જાહેરાત કરી નથી. જોકે, બજેટની અન્ય જોગવાઈઓમાં મધ્યમ વર્ગ અને નાના રોકાણકારો માટે વૃદ્ધિની તકો રહેલી છે.

ઇન્કમ ટેક્સમાં સ્થિતિ યથાવત
આ વર્ષે પગારદાર કરદાતાઓ માટે કોઈ નવી ટેક્સ રાહત આપવામાં આવી નથી. સરકારે હાલની ટેક્સ પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રવર્તમાન સિસ્ટમ મુજબ, વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી રહેશે. જેમાં 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને ઉમેરતા કુલ 12,75,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ વર્ષે ટેક્સ સ્લેબમાં કોઈ નવા સુધારા કરવામાં આવ્યા નથી.
વિદેશ પ્રવાસ અને શિક્ષણ પર TCSમાં ઘટાડો
વિદેશી નાણાકીય વ્યવહારો અને નિયમોના બોજને ઘટાડી મધ્યમ વર્ગને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે,

* વિદેશી ટૂર પ્રોગ્રામ પેકેજ પર લાગતો ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) હાલના 5% અને 20% થી ઘટાડીને માત્ર 2% કરવાનો પ્રસ્તાવ છે.
* લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશમાં શિક્ષણ અને તબીબી હેતુ માટે મોકલવામાં આવતા નાણાં પરનો TCS પણ 5% થી ઘટાડીને 2% કરવામાં આવશે.

કઈ ચીજો સસ્તી થશે?
બજેટમાં ડ્યુટીમાં છૂટછાટ આપવાના કારણે કેટલીક જરૂરી વસ્તુઓના ભાવ ઘટશે:
* કેન્સરની અંદાજે 17 જેટલી દવાઓ સસ્તી થશે.
* અન્ય સાત દુર્લભ બીમારીઓની દવાઓ માટે ડ્યુટી-ફ્રી પર્સનલ ઈમ્પોર્ટની મંજૂરી આપવામાં આવી છે.
* આ ઉપરાંત માઇક્રોવેવ ઓવન, ટીવી ઇક્વિપમેન્ટ, લેધર ગુડ્સ અને ફૂટવેર બનાવવા માટે વપરાતા મોંઘા ઘટકો પર ડ્યુટી ઘટતા આ ઉત્પાદનો સસ્તા થવાની આશા છે.

રોજગાર અને વિકાસ પર ભાર
સરકારે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે કેપિટલ ખર્ચનું બજેટ વધારીને 12 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી દીધું છે. પ્રવાસન (ટુરિઝમ), રેલવે અને ટેકનોલોજી સેક્ટર માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે, જેનાથી મોટા પાયે રોજગારીની તકો ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોજિસ્ટિક્સ સેક્ટરના વિકાસ પર પણ બજેટમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

Related posts

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

Ahmedabad Samay

અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમાનોનો દિવસ

Ahmedabad Samay

હવે ગેઝેટ ડોક્યુમેન્ટમાં નામ-અટક કે જન્મ તારીખ બદલવા કે સુધારવુ થયું આશાન, જાણો સંપૂર્ણ પદ્ધતિ

Ahmedabad Samay

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા વિકાસ અને રમતગમતનાં મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના હસ્તે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કર્યું

Ahmedabad Samay

ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થશે,આ રીતે હીટવેવથી પોતાનો કરો બચાવ

Ahmedabad Samay

વીર શહીદ લાન્સ નાયક ગોપાલ સિંહ મુનીમ સિંહ ભદોરિયા પરિવાર નું નામકરણ બદલવાના બદલે ઉગ્ર વિરોધ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો