September 23, 2026
તાજા સમાચારરાજકારણ

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થશે

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. કોંગ્રેસની કેન્‍દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક આજે સાંજે ૬ વાગ્‍યે મળશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ ફાઈનલ થઈ શકે છે. આજની બેઠકમાં અનેક રાજ્‍યોની બેઠકો માટે ઉમેદવારો નક્કી થઈ શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર પેનલે દરેક લોકસભા સીટ માટે બેથી ચાર નામ તૈયાર કર્યા છે.

આ બેઠકમાં કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ હાજરી આપી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર મોટાભાગના રાજ્‍યોમાં ઉમેદવારોની સ્‍ક્રીનિંગ લગભગ આખરી થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડી શકે છે, જ્‍યારે પ્રિયંકા ગાંધી વાડ્રાની રાયબરેલીથી ઉમેદવારી અંગે અટકળો વધુ છે.

અમેઠી-રાયબરેલી, ગાંધી પરિવારનો ગઢ : બંને બેઠકો ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે કારણ કે સોનિયા ગાંધી આ બંને બેઠકો પર ચૂંટણી લડી ચૂકયા છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના સ્‍થાનિક એકમોએ માંગ કરી છે કે માત્ર ગાંધી પરિવારના સભ્‍યો જ ત્‍યાંથી ચૂંટણી લડે. જો કે પ્રથમ યાદીમાં કયા ઉમેદવારોના નામ જાહેર થાય છે તે જોવું રહ્યું.

Related posts

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

દિલ્હીમાં BRICS 2026નો મહાકુંભ: મોદી, જિનપિંગ, પુતિન સહિત વિશ્વના દિગ્ગજ નેતાઓ એક મંચ પર

Ahmedabad Samay

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

પીએમ કિસાન / નથી મળ્યો 13મો હપ્તો તો ફક્ત કોલ પર થશે સમાધાન, ફટાફટ ડાયલ કરો આ નંબર

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો