September 23, 2026
તાજા સમાચારદેશ

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે

પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ ૧૫ માર્ચ અગાઉ પોતાના એકાઉન્‍ટને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ સાથે લિંક કરી લે, જેથી તેમને ૧૫ માર્ચ પછી પેમેન્‍ટને લઇને કોઇ સમસ્‍યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્‍ક (RBI)ના ગવર્નર શક્‍તિકાંત દાસે અપીલ કરી હતી.

લગભગ ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ વપરાશકર્તાઓને નિયમનકારી પગલાંને કારણે કોઈ વિક્ષેપનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના વપરાશકર્તાઓને તેમની એપ્‍લિકેશનને અન્‍ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે, એમ આરબીઆઈ ગવર્નર શક્‍તિકાંત દાસે જણાવ્‍યું હતું.

બુધવારે શક્‍તિકાંત દાસે કહ્યું હતું કે ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ યુઝર્સને નિયમનકારી પગલાના કારણે કોઇ સમસ્‍યાનો સામનો કરવો પડશે નહી અને અન્‍ય યુઝર્સ પોતાની એપને અન્‍ય બેન્‍ક એકાઉન્‍ટ્‍સ સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્‍કે ૩૧ જાન્‍યુઆરીએ રોજ પેટીએમ પેમેન્‍ટ્‍સ બેન્‍ક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં જમા રકમ, ક્રેડિટ ટ્રાજેક્‍શન અથવા ટોપ-અપ્‍સ સ્‍વીકારવા પર પ્રતિબંધ મૂકયો હતો. પેટીએમ પેમેન્‍ટ્‍સ બેન્‍ક સાથે જોડાયેલ વોલેટને અન્‍ય બેન્‍કો સાથે લિંક કરવાની સમયમર્યાદા ૧૫ માર્ચ નક્કી કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે ૧૫ માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને વધારવાની કોઈ જરૂર નથી તેમણે ઉમેર્યું હતું કે ૮૦-૮૫ ટકા પેટીએમ વોલેટ અન્‍ય બેન્‍કો સાથે જોડાયેલા છે અને બાકીના ૧૫ ટકાને અન્‍ય બેન્‍કોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

Related posts

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

અમદાવાદ બાદ હવે સુરતમાં મેટ્રોનું કાઉન્ટડાઉન શરૂ, લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રો શરુ કરવાની તંત્રની તૈયારી

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

પ.બંગાળમાં TMC ની જીતબાદ હિંસક ઘટનાઓ બની, કપડાંની દુકાનમાં લૂંટ,ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો,૯ ની હત્યા

Ahmedabad Samay

પુલવામા જેવો મોટો હુમલો ટળ્યો, સેનાએ આંતકીઓ નો પુલવામા જેવો અટેક ને નાકામ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો