November 4, 2024
તાજા સમાચાર

પીએમ કિસાન / નથી મળ્યો 13મો હપ્તો તો ફક્ત કોલ પર થશે સમાધાન, ફટાફટ ડાયલ કરો આ નંબર

PM Kisan Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Nidhi) ના લાભાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જો પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો (13th installment) હજુ સુધી તેમના ખાતામાં નથી પહોંચ્યો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરકાર દ્વારા જારી કરાયેલા ટોલ ફ્રી નંબ(toll free number) ર પર ફોન કરીને તમામ માહિતી મેળવી શકો છો. આપને જણાવી દઈએ કે તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકથી દેશના ખેડૂતોને 13મો હપ્તો ભેટમાં આપ્યો હતો. પરંતુ આ વખતે પણ એવા 2 કરોડથી વધુ ખેડૂતો છે, જેમના ખાતામાં 13મો હપ્તો પહોંચ્યો નથી.

આ નિયમ ફોલો કરવા જરૂરી

હકીકતમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં પારદર્શિતા લાવવા માટે બે નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ હજુ પણ દેશમાં આવા કરોડો ખેડૂતો છે. જેમણે નિયમોનું પાલન કર્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા ખેડૂતોને જ 13મા હપ્તાથી વંચિત રાખવામાં આવ્યા છે. કારણ કે સરકારે પહેલાથી જ eKYC અને લેન્ડ વેરિફિકેશન કરવું જરૂરી બનાવી દીધું હતું. પરંતુ હજુ સુધી કરોડો ખેડૂતોએ ઈ-કેવાયસી અને લેન્ડ વેરિફિકેશન કરાવ્યું નથી. જેના કારણે તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો પહોંચ્યો નથી.

અહીં મળશે સંપૂર્ણ જાણકારી

જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે કોઈ માહિતી જોઈતી હોય, તો તમે ટોલ ફ્રી નંબર 1800115526 પર કોલ કરીને કોઈપણ માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે વધુ માહિતી મેળવવા માટે pmkisan-ict@gov.in પર ઈ-મેલ કરી શકો છો. એટલા માટે બેંકના ચક્કર લગાવવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ ટોલ ફ્રી નંબર પર કોઈપણ સમસ્યાનું સમાધાન મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

Related posts

પીસીબીના વડા નજમ સેઠીએ એશિયા કપ 2023ની યજમાની માટે ACC સભ્યોનો ટેકો માંગ્યો, કહ્યું કે BCCI વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા બાપુનગરની શ્રીજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો