September 21, 2026
Other

ATASએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર સંદિગ્‍ધ આતંકી ઝડપાયા છે. ઝડપાયેલા ચારેય લોકો શ્રીલંકન હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ગુજરાત ATSએ ૪ આતંકીઓને પકડ્‍યા છે. આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલાની શક્‍યતા છે. ઝડપાયેલા શ્રીલંકાના રહેવાસી હોવાની શક્‍યતા છે.

મળતી માહિતી પ્રમાણે, એટીએસએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારમાંથી બે આઇએસ અને બે શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે. આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ISIS સાથે જોડાયેલા ચાર આતંકીઓ ઝડપાયા છે. ૪ વાગ્‍યે ગુજરાત ATSના અધિકારીઓ પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરી શકે છે.

આ ત્રાસવાદીઓની અગાઉથી મળેલી બાતમી બાદ ધરપકડ થઇ હતી. હાલ બધાની ઉંડી પૂછપરછ ચાલુ છે. શું તેઓ ગુજરાતને ધણધણાવવા માંગતા હતા કે કેમ તેનો ખુલાસો પણ થશે.

NIA સામે મોસ્‍ટ વોન્‍ટેડ આતંકી શાહનવાઝ આલમે કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. NIAની ટીમે ISISના નિશાના પર RSS,VHP અને ભાજપના નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં ગુજરાત અને મુંબઇમાં સીરિયલ બ્‍લાસ્‍ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્‍યું હતું. ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં ગોધરા રમખાણનો બદલો લેવા માટે ISIS બોમ્‍બથી ઉડાવવા માંગતુ હોવાનો ખુલાસો થયો હતો.ગુજરાત ATSની ટીમ આ એન્‍ગલથી પણ તપાસ કરી રહી છે.

ગુજરાત ATSએ આ પહેલા પણ ૨૦૨૩માં ISIS મોડ્‍યૂલનો ખુલાસો કર્યો હતો. પોરબંદરથી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપી ISISમાં જોડાવવા માટે અફઘાનિસ્‍તાન અને ઇરાક ભાગવાની ફિરાકમાં હતા. સુરતની એક મહિલાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો