September 22, 2026
ગુજરાત

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરૂ થઈ ગયો છે.

સરકાર અને વીજ કંપનીઓ અગાઉથી લાગી ગયેલા સ્માર્ટ મીટરો કાઢવા નથી માંગતી અને લોકો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટરો લગાવવામાં આવે તેવી માંગ કરીને આકરી ગરમીમાં પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ રાજ્યભરમાં અનેક શહેરોમાં ઠેર-ઠેર દેખાવ થયા છે. ત્યારે હવે અમદાવાદમાં પણ હવે સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરુ થઈ ગયો છે.

શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકો એકઠા થઈને સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી રહ્યા છે. તેમજ વીજ કંપનીઓએ જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધાની વાત કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રહીશો આ બાબતે રજૂઆત કરવા જીઈબીની ઓફિસ જશે.

નોંધનીય છે કે રાજ્યભરના વિવિધ શહેરોમાં આવા સ્માર્ટ વીજ મીટર લગાવવાનું વીજ નિગમ દ્વારા શરૂ કરાયું છે. આવા સ્માર્ટ વિજ મીટરમાં વીજ બિલ ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક વીજ મીટર ધારકો દ્વારા વિરોધ શરૂ થયો છે.

Related posts

ગુજરાતના ૧૯૪૫.૬ કિમીના દરિયાઈ કાંઠામાંથી ૫૩૭.૫ કિલોમીટરના દરિયાઈ કાંઠાનું ધોવાણ – કોંગ્રેસ પ્રવક્તા

admin

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

Ahmedabad Samay

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

Ahmedabad Samay

અંબાજીના અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો