વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતેથી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવ્યા હતા. ગુજરાતના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેકટનો વિધિવત પ્રારંભ થયો છે. સરદાર પટેલની જન્મજયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સી-પ્લેન પ્રોજેકટનું લોકાર્પણ કરી ગુજરાતને ભેટ અર્પણ કરી. પીએમ મોદી કેવડિયાથી સાબરમતીની સી-પ્લેનની સર્વપ્રથમ ઉડાનના સૌપ્રથમ પ્રવાસી બન્યા. સી-પ્લેનમાં સવાર થતાં પહેલા પીએમ મોદીએ કેવડિયામાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સી-પ્લેન પ્રોજેકટ અંગેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી.
અમદાવાદથી કેવડિયા અને કેવડિયાથી અમદાવાદ એમ દરરોજ ચાર વખત સી-પ્લેન ઉડાન ભરશે. મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો ઉડાન વધારવામાં આવશે. સરકારે સી-પ્લેન સેવાને પ્રોત્સાહન મળે તે માટે ભાડામાં ઘરખમ ઘટાડો કરીને ૧૫૦૦ રૂપિયા ભાડું નક્કી કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતેથી સી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડિયાથી ૧૧:૫૫એ સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા અને અમદાવાદ આવ્યા બાદ દિલ્લી રવાના થયા.