August 25, 2026
ગુજરાત

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યા હતું, જેમાં મરાઠી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ટ્રોફી, અને શિક્ષણને લગતી એક કીટ આપવામાં આવી હતી જેમાં બુક્સ, પેન્સિલ, પેન, રાઈટિંગ પેડ, વોટર બોટલ, લંચ બોક્સ અને કંપાસ બોક્સ વિતરણ કરવામાં આવ્યું હતું,

આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે કુબેરવોર્ડના કોર્પોરેટર શ્રી નિકુલસિંહ તોમર, NCP ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નરેશ ચૌહાન, શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલભાઉ ધબડકે અને અમદાવાદ સમય સમાચારપત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદૌરિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના ભાવિ ભવિષ્યમાંટે શુભેચ્છાઓ અર્પણ આપી હતી,

પ્રિયાંશી સંજય મુરુડકરે BBA સેમિસ્ટર ૦૪ માં ખૂબ સુંદર મહેનત કરી કોલેજમાં પ્રથમ અને સંપૂર્ણ ગુજરાતમાં ૧૮મો રેન્ક લાવી  સમાજનું નામ રોશન કર્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના લોકોએ પણ તેમનો યોગદાન આપ્યો હતો, નીતા પ્રશાંત દાભોળકર તરફે કંપાસ બોક્સ,રશ્મિબેન સુદીપ પાવસ્કર તરફે 10મા અને 12મા બોર્ડના કોઈપણ વેપારમાં ડિપ્લોમા/ડિગ્રી, FY/SY/TY ઉચ્ચતમ ગુણ/ટકા સાથે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ધારક ફાઇલ આપવામાં આવી હતી, શ્રી અજય તામણકર તરફે લંચ બોક્સ, વોટર બોટલ અને જમણવારનો સંપૂર્ણ ખર્ચ આપવા આવ્યો હતો,વિશાલ પાટણકર તરફે 1100 ડોનેશન કરવામાં આવ્યુ,શ્રી નંદા સિરસોલકર તરફે તમામ વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું, શ્રી સોનિયા દેવલેકર તરફે રાઇટિંગ પેઇડ આપવામાં આવ્યા હતા,શ્રી તુલસીનાથ દાભોલકર તરફે ટ્રોફી વિતરણનો ખર્ચ ચૂકવવામાં આવ્યો હતો, શ્રી વિષ્ણુ જાધવ તરફે 1551 ₹ ડોનેશન આપવામાં આવ્યું હતું,શ્રી મહેન્દ્ર તામનકર તરફે પેન્સિલ અને પેન ભેટ આપવામાં આવી હતી, આઈસ્ક્રીમનું આયોજન શ્રી નરેશ તામનકર અને જિતેન્દ્ર કેલકર દ્વારા કરવામાં આવ્યું હતું અને વિજય દેવલે તરફે SSC, HSC અને ગ્રેજ્યુએશન ₹ 500 કવર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સમાજના અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ટ્રસ્ટના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં જિલ્લા અધ્યક્ષ શ્રી સંજય દેવલેકરે કાર્યક્રમ સફળ બનાવવા બદલ સમત સમાજ બંધુ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Related posts

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મેઘાણીનગર ખાતે હોળી પર્વ નિમિતે ” તિલક હોળી” નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

રાજેન્દ્રસિંહ ધાકરેએ ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વહેચી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો