July 26, 2026
તાજા સમાચારરમતગમત

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે

આવતીકાલે IPL શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં, ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર એકબીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્‍ચેની મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્‍સ ખાતે રમાશે. આ પહેલા એક રંગારંગ ઉદ્ધાટન સમારોહ થશે. આ ઉદ્ધાટન સમારોહમાં ઘણા પ્રખ્‍યાત ચહેરાઓ જોવા મળશે. આઇપીએલ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી ઉપરાંત ગાયિકા શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહ જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે. આઈપીએલે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્‍ડલ દ્વારા આ માહિતી આપી છે.

એવું માનવામાં આવે છે કે આઇસીસી ચેરમેન જય શાહ સાથે, ઘણા વરિષ્ઠ અધિકારીઓ આઇપીએલ ઉદ્ધાટન સમારોહમાં ભાગ લેશે. દરમિયાન, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ ના પ્રમુખ તોહાશિષ ગાંગુલીએ કહ્યું, આ એક માર્કી મેચ છે જેમાં ટિકિટની માંગ ખૂબ જ વધારે છે. ઇડન ગાર્ડન્‍સ લાંબા સમય પછી ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવા માટે તૈયાર છે.

જયારે આઇપીએલના પ્રસારણ અધિકારો સ્‍ટાર સ્‍પોર્ટસ નેટવર્ક પાસે છે. જયારે લાઇવ સ્‍ટ્રીમીંગ અધિકારો જીયો સીનેમા પર જઇ શકાય છે. આ રીતે આઇપીએલ ઉદઘાટન સમારાહ સ્‍ટાર સ્‍પોર્ટસ નેટવર્ક ઉપરાંત જીયો સીનેમા પર પણ ઉપલબ્‍ધ થશે. તમને જણાવી દઇએ કે ડિફેન્‍ડીંગ ચેમ્‍પિયન કોલકતા નાઇટ રાઇડર્સ પહેલી મેચમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર સામે મેદાનમાં ઉતરશે.

આ વર્ષે ૧૦ ટીમો વચ્‍ચે ૧૩ સ્‍થળોએ ૬પ દિવસમાં કુલ ૭૪ મેચો રમાશે, જેમાં ૭૦ લીગ રાઉન્‍ડ અને ચાર પ્‍લેઓફ મેચો સામેલ હશે. ફાઇનલ સહિત તમામ પ્‍લેઓફ મેચ હૈદ્રાબાદ અને કોલકતામાં ર૦ થી રપ મે દરમિયાન રમારે. હૈદરાબાદ ર૦ મે, ર૦રપ અને ર૧ મેના રોજ કવોલીફાયર ૧ અને એલીમીનેટરનું આયોજન કરશે. આ પછી કોલકતામાં ર૩મે ર૦રપના રોજ કવોલીફાયર ર અને રપ મેના રોજ ફાઇનલનું આયોજન કરશે. આઇપીએલ ર૦રપમાં કુલ ૧ર ડબલ હેડર છે. ડબલ હેડરના દિવસે પ્રથમ મેચ બપોરે ૩:૩૦ વાગ્‍યાથી અને બીજી મેચ સાંજે  ૭:૩૦ વાગ્‍યાથી રમાશે

Related posts

IPL 2023: જીત છતાં KL રાહુલ નાખુશ, બેટિંગને લઈને નિરાશા કરી વ્યક્ત

Ahmedabad Samay

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay

IPL 2023: દિલ્હી કેપિટલ્સ પર મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ વિશે

admin

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

૩૧ વર્ષના એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો