August 8, 2026
ગુજરાત

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ડિમોલિશન પાર્ટ-2 પહેલા CPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે આ બેઠકમાં મનપા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં છે, અંદાજે 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું દબાણ હટાવશે અને તળાવની ફરતે તમામ ગેરકાયદે બાંધકામ દૂર કરાશે, અગાઉ ચંડોળામાં 4 હજાર ગેરકાયદે મકાન તોડ્યા હતા.

 

આવતીકાલથી ચંડોળાનુ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન ઝુંબેશ શરૂ થશે જેને લઈ આજે પોલીસ કમિશનરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ચર્ચા કરી હતી, અને સરકારે પણ ચંડોળા તળાવામાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે, અગાઉ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને પોલીસ અને કોર્પોરેશને આ બાબતે પ્લાન પણ તૈયાર કર્યો છે, અગાઉ પણ 4 હજાર જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડયા છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં 50 હજારથી વધુ ગેરકાયદે દબાણો છે અને બે દિવસમાં માત્ર 4 હજાર દબાણો દૂર કરાયા છે, અમદાવાદના ચંડોળા તળાવ પર ફરી દબાણ ના થાય તે માટે ફરતે દીવાલ ચણવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે, મનપા કર્મચારીઓ અને ખાનગી એજન્સીના માણસો સાથે કરવામાં આવશે સરવે અને સરવે થયા બાદ આગામી સમયમાં દીવાલ ચણવા અંગે નિર્ણય કરવામાં આવશે જેમાં હાલમાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાઈ છે, હજી પણ આશરે 50 હજાર ચો.મી જગ્યા પર દબાણ યથાવત છે જેને આગામી દિવસમાં હટાવવાની કામગીરી કરાશે.

Related posts

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

Ahmedabad Samay

અમદાવાદ સમય : આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો