August 8, 2026
રાજકારણ

SC/ST/OBC ના લાયક ઉમેદવારોને જાણબૂજીને ‘અયોગ્‍ય’જાહેર કરવામાં આવે છે:રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્‍યો હતો કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્‍ય પછાત વર્ગ (OBC) સમુદાયના લાયક ઉમેદવારોને જાણીબૂજીને ‘યોગ્‍ય નથી મળ્‍યા’જાહેર કરવામાં આવે છે જેથી તેમને શિક્ષણ અને નેતૃત્‍વથી દૂર રાખી શકાય.

રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મ X પર પોસ્‍ટ કરીને આ ટિપ્‍પણી કરી હતી, જેમાં તેમણે દિલ્‍હીની યુનિવર્સિટી વિદ્યાર્થી સંદ્ય (DUSU)ના વિદ્યાર્થીઓ સાથે તેમની તાજેતરની મુલાકાતનો વિડિયો પણ શેર કર્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ હિન્‍દીમાં લખ્‍યું હતું  કે નોટ ફાઉન્‍ડ સુટેબલ હવે નવો મનુવાદ છે. SC/ST/OBC ના લાયક ઉમેદવારોને જાણબૂજીને ‘અયોગ્‍ય’જાહેર કરવામાં આવે છે જેથી તેમને શિક્ષણ અને નેતૃત્‍વથી દૂર રાખી શકાય.’

‘મનુવાદ’એ મનુસ્‍મૃતિથી શાસિત સમાજની વિચારધારા છે. રાહુલ ગાંધીએ બી.આર. આંબેડકરના ક્‍વોટ સાથે જણાવ્‍યું હતું કે શિક્ષણ સમાનતાનું સૌથી મોટું હથિયાર છે અને મોદીની આગેવાની હેઠળની કેન્‍દ્ર સરકાર તથા RSS આ શક્‍તિને નષ્ટ કરવાના પ્રયાસમાં છે. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર આ હથિયારને ખતમ કરવા માટે વ્‍યસ્‍ત છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્‍યો કે પ્રોફેસરોના ૬૦ ટકાથી વધુ આરક્ષિત પદો અને એસોસિયેટ પ્રોફેસરોના ૩૦ ટકાથી વધુ આરક્ષિત પદો શ્નનોટ ફાઉન્‍ડ સુટેબલ (NFS)’ પદ્ધતિથી ખાલી રાખવામાં આવ્‍યા છે.

તેમણે કહ્યું, ‘‘આ કોઈ અપવાદ નથી – આવું કાવતરું IIT, કેન્‍દ્રીય યુનિવર્સિટીઓ વગેરેમાં પણ ચાલી રહી છે. NFS એ બંધારણ પર હુમલો છે. NFS એ સામાજિક ન્‍યાય સાથે વિશ્વાસદ્યાત છે. ભૂતપૂર્વ કોંગ્રેસાધ્‍યક્ષે કહ્યું હતું કે આરક્ષણ મેળવવું એ હક, સન્‍માન અને ભાગીદારીની લડાઈ છે. તેમણે કહ્યું હતું  કે મેં DUSU ના વિદ્યાર્થીઓ સાથે વાત કરી, હવે આપણે બધા મળીને બંધારણની શક્‍તિથી /RSS ના દરેક આરક્ષણવિરોધી પગલાનો જવાબ આપીશું.

આ વિડિયોમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જોવા મળે છે કે હિંદુત્‍વ પ્રોજેક્‍ટનો ઉદ્દેશ SC, ST અને OBC¨ના ઇતિહાસને અસ્‍તિત્‍વમાંથી મિટાવવાનો છે. જોકે  દિલ્‍હી યુનિવર્સિટી (DU)એ ૨૨ મેની મુલાકાત બદલ રાહુલ ગાંધીની અદ્યોષિત મુલાકાત  સામે વાંધો ઉઠાવ્‍યો હતો અને તેને સંસ્‍થાગત પ્રોટોકોલનો ઉલ્લંદ્યન અને વિદ્યાર્થી વહીવટમાં ખલેલ ગણાવ્‍યો હતો.

Related posts

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો