September 21, 2026
ગુજરાત

આજ થી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નો પ્રારંભ

જૂન, ૨૦૨૫: ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે સોમવારથી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નો પ્રારંભ થઈ ગયો છે. વર્ષ ૨૦૨૪-૨૫ના ૩૫ દિવસના ઉનાળુ વેકેશન બાદ ફરી એકવાર રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસ લગભગ ૧.૧૫ કરોડ જેટલા બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠ્યા છે, જેનાથી શૈક્ષણિક માહોલ જીવંત બન્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન તમામ શાળાઓમાં ગત તારીખ ૫મી મેથી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જે ગઈકાલે તારીખ ૯મી જૂનના રોજ પૂર્ણ થયું છે. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કૂલો શરૂ થવાના છેલ્લા દિવસે એટલે કે, ગઈકાલે રવિવારે બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી,

નવા શૈક્ષણિક વર્ષનું માળખું આ પ્રમાણે રહેશે.
વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, પ્રથમ સત્ર માટે ૧૦૫ દિવસ અને બીજા સત્ર માટે ૧૪૪ દિવસની ફાળવણી કરવામાં આવી છે.
પ્રથમ સત્ર: તારીખ ૯ જૂન, ૨૦૨૫ થી તારીખ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ચાલશે.

દિવાળી વેકેશન: પ્રથમ સત્ર પૂર્ણ થયા બાદ તારીખ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ થી તારીખ ૫ નવેમ્બર, ૨૦૨૫ સુધી કુલ ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે.
બીજું સત્ર: તારીખ ૬ નવેમ્બર, ૨૦૨૫ થી કુલ ૧૪૪ દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, જે તારીખ ૩ મે, ૨૦૨૬ સુધી ચાલશે.
ઉનાળુ વેકેશન ૨૦૨૬: બીજું સત્ર પૂર્ણ થયા બાદ તારીખ ૪ મે, ૨૦૨૬ થી ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે, જે તારીખ ૭ જૂન, ૨૦૨૬ સુધી ચાલશે.
આ રીતે વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષના દિવસોનો કાર્યભાર રહેશે. એ પછી વર્ષ ૨૦૨૬-૨૭નો પ્રારંભ તારીખ ૮ જૂન, ૨૦૨૬ થી થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ વિભાગે ગુજરાત બોર્ડ સંલગ્ન શાળાઓમાં CBSEની માફક એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના અગાઉના નિર્ણયને હાલ મોકૂફ રાખ્યો છે, જેના કારણે જૂનથી જ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.

Related posts

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો