September 22, 2026
ગુજરાત

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી આગના સૌથી વધુ બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી.

સુરતમાં ૨૦ જેટલા ઝૂપડામાં લાગી આગ
સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે ૧૫ થી ૨૦ જેટલા ઝુંપડા સળગી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાથી ૦૭ જેટની ફાયરની ગાડી પહોંચી ગઈ હતી. હાલ ફટાકડો પડતા આગ લાગી હોવાનું તારણ છે. દિવાળીના તહેવાર પર ઝૂપડામાં રહેતા તમામ લોકોનો ઘરવખરીનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો.

અમદાવાદમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ
અમદાવાદમાં પણ દિવાળીના રાત્રે આગનો બનાવ બન્યો હતો. ઓઢવ નજીક જય કેમિકલ પાસે પ્લાસ્ટિકના ગોડાઈનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉડ્યા હતા. જેથી ફાયરની 2 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.

પાદરામાં મકાનમાં આગ લાગી
વડોદરાના પાદરાના નવાપુરા વિસ્તારમા આગનો બનાવ બન્યો હતો. એક મકાનના ઉપલા માળે આગ લાગી હતી. જેથી પાદરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળાં જામ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં પણ આગના લાગવાની બનાવ બની.
જામનગરમાં વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર શહેરના પવન ચક્કી વિસ્તારની ઘટના આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા 3 જેટલી ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી.

Related posts

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે

Ahmedabad Samay

ગરમીમાં એક ઠંડક ભર્યા સમાચાર આવ્યા.શહેરમાં વધુ નવા ૬૦ જેટલા રુટ પર AC EV ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો પ્રારંભ કર્યો

Ahmedabad Samay

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની આંતરિક સુરક્ષા, સંરક્ષણ અને વ્યૂહાત્મક અધ્યય ઓનલાઇન કોર્ષ શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો