June 21, 2026
ટેકનોલોજીદેશ

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ એક નવી ઝડપી અને આધુનિક ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ લાગુ કરી,ચેક જમા કર્યા બાદ પૈસા ખાતામાં કલાકોમાં ક્રેડિટ થઈ જશે, પોઝિટિવ પે સિસ્‍ટમ પણ ફરજિયાત

ભારતીય બેન્‍કિંગ સિસ્‍ટમમાં એક મોટા ફેરફાર અંતર્ગત, રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ ૪ ઓક્‍ટોબર ૨૦૨૫થી એક નવી ઝડપી અને આધુનિક ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ લાગુ કરી છે. આ બદલાવના કારણે હવે ચેક જમા કર્યા બાદ પૈસા ખાતામાં કલાકોમાં ક્રેડિટ થઈ જશે, જ્‍યારે પહેલા તેમાં એક અથવા બે દિવસ લાગતા હતા. આ નવી સુવિધા ગ્રાહકોને ઝડપી અને સુરક્ષિત પેમેન્‍ટનો અનુભવ આપશે.

હાલની વ્‍યવસ્‍થામાં ચેક ક્‍લિયરન્‍સ બેચિંગ સિસ્‍ટમ પર આધારિત છે. જ્‍યાં ચેક એક નિર્ધારિત સમયમાં પ્રોસેસ થતા હતા. આ નવી સિસ્‍ટમ કંટીન્‍યૂઅસ ક્‍લિયરિંગ પર કામ કરશે, જ્‍યાં ૧૦ વાગ્‍યાથી ૪ વાગ્‍યા સુધી જમા થનારા ચેકની ઇમેજ અને ડેટા તત્‍કાળ સ્‍કેન થઈને ક્‍લિયરિંગ હાઉસને મોકલવામાં આવશે. ક્‍લિયરિંગ હાઉસ તેને ડ્રોવી બેન્‍ક સુધી મોકલશે અને બેન્‍ક તેને ૭ વાગ્‍યા સુધી કન્‍ફર્મ કરશે. જો બેન્‍ક સમય પર જવાબ નથી આપતી તો ચેક આપોઆપ સ્‍વીકૃત માની લેવામાં આવશે.

આ બદલાવ બે તબક્કામાં લાગુ થશે. પ્રથમ તબક્કો ૪ ઓક્‍ટોબર ૨૦૨૫થી ૨ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધી થશે. જ્‍યાં બેન્‍કને કન્‍ફર્મેશન માટે સાંજના ૭ વાગ્‍યા સુધીનો સમય મળશે. બીજા તબક્કામાં એટલે કે ૩ જાન્‍યુઆરી ૨૦૨૬થી, બેન્‍કોને ખાલી ૩ કલાકનો સમય ચેક કન્‍ફર્મ કરવામાં મળશે, જેનાથી ક્‍લિયરન્‍સ વધારે ઝડપી બનશે.

રિઝર્વ બેન્‍કે મોટી કિંમતના ચેક માટે પોઝિટિવ પે સિસ્‍ટમ પણ ફરજિયાત કરી છે. જેમાં ગ્રાહક બેન્‍કોને ચેકના મહત્ત્વપૂર્ણ વિવરણ પહેલાથી જણાવે છે. તેનાથી છેતરપિંડીની આશંકા ઓછી થશે અને ખાલી સાચા ચેક જ ક્‍લિયર થશે.

આ બદલાવથી ન ફક્‍ત ગ્રાહકોને લાભ થશે, પણ વ્‍યવસાયને પણ કેશ ફલો શાનદાર રીતે મેનેજ કરવામાં મદદ મળશે. ચેક ક્‍લિયરન્‍સની પારદર્શિતા વધારે ઝડપથી થવાથી બેન્‍કિંગ સેક્‍ટરની કાર્યકુશળતાને પણ વધારશે.

ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ખાતામાં પૂરતી રાશિ રાખે અને ચેક વિવરણ યોગ્‍ય રીતે ભરે. જેથી લેવડદેવડમાં મોડું અથવા અસ્‍વીકૃતિથી બચી શકાય. આ નવી વ્‍યવસ્‍થાથી ભારતના બેન્‍કિંગ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં ગુણવત્તાનો સુધાર થશે અને ડિજિટલ પેમેન્‍ટ સાથે ચેક પેમેન્‍ટનો અનુભવ પણ સારો બનશે.

Related posts

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

ઈન્‍ડિગો ફલાઇટ રદ થવાથી દેશભરમાં અંધાધૂંધી ફેલાઈ, ભારતીય રેલવેએ કમાન સંભાળી અને ૩૭ ટ્રેનોમાં વધારાના ૧૧૬ કોચ ઉમેર્યા

Ahmedabad Samay

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

Ahmedabad Samay

દેશી કંપનીનો બ્લાસ્ટ! રાઉન્ડ ડાયલ, AMOLED ડિસ્પ્લે અને શાનદાર ફીચર્સ સાથેની સ્માર્ટવોચ લોન્ચ

Ahmedabad Samay

નિષ્ણાતો AI વિશે કરી રહ્યાં છે ખતરનાક આગાહી, તે માનવતા માટે ગંભીર સાબિત થઈ શકે છે ખતરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો