December 3, 2024
દેશ

આ માહિતી અચૂક લોકો સુધી પહોંચાડો,જાણો બ્લેક ફંગસ ઈન્ફેકશનની તમામ માહિતી,સાવચેતી અને લક્ષણો

કોરોનાવાયરસની બીજી લહેરમાં બ્લેક ફંગસ નામની નવી બીમારીનો જન્મ થયો છે. વ્યકિત કોરોનાથી રિકવર થઈ જાય પછી તે આ ઈન્ફેકશનનો શિકાર થઈ શકે છે. સાદી ભાષામાં તેને બ્લેક ફંગસ કહેવામાં આવે છે જયારે વૈજ્ઞાનિક ભાષામાં તેને મ્યુકોરમાઈકોસીસ કહેવામાં આવે છે. આ એક ફંગલ લોગ છે, જે સામાન્યપણે તે દર્દીઓમાં જોવા મળે છે જેમને હોસ્પિટલમાં સારવાર દરમિયાન વેન્ટિલેટર અથવા ઓકિસજન પર રાખવામાં આવે છે અથવા લાંબા સમય સુધી સ્ટેરોઈડ આપવામાં આવે છે.

શા માટે થાય છે બ્લેક ફંગસ ?
જો સમયસર સારવાર કરવામાં ના આવે તો આ સંક્રમણ ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સાવધાની વર્તવાની જરૂર છે. ડેન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, ત્રણ સરળ ઓરલ હાઈજીનનું પાલન કરવાથી તમે બ્લેક ફંગસ સહિત અન્ય ઈન્ફેકશનની સંભાવનાઓને પણ ઓછી કરી શકો છો. કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓને કારણે દર્દીઓની રોગપ્રતિકારક ક્ષમતા દ્યટી જાય છે. આ સિવાય બ્લડ શુગર લેવલમાં પણ વધારો જોવા મળે છે. આના કારણે ફંગસ પણ વધે છે.

બ્લેક ફંગસના લક્ષણો.

 મોઢા પર સોજો, નાકમાંથી કાળા રંગના પ્રવાહીનું નીકળવું, આંખોની નીચે સોજો આવવો, તાવ આવવો, ગભરામણ થવી, માથાનો દુખાવો અને દ્રશ્ય ક્ષમતા ઓછી થવી વગેરે તેના લક્ષણો છે.

શું ધ્યાન રાખવું

કોરોનામાંથી રિકવર થયેલા લોકોને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કોરોનામાં આપવામાં આવેલી દવાઓ અને સ્ટેરોઈડને કારણે મોઢામાં બેકટેરિયા અને ફંગસ વધે છે. તેનાથી સાઈનસ, ફેફસા તેમજ કિડનીમાં સમસ્યા સર્જાઈ શકે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના પછી મોઢાંની સફાઈ રાખવી અત્યંત જરૂરી છે. આ માટે દિવસમાં બે અથવા ત્રણ વાર બ્રશ કરવું જોઈએ.

કોરોનાની સારવાર લીધા પછી ટેસ્ટ નેગેટિવ આવે એટલે સૌપ્રથ્મ ટૂથબ્રશ બદલી કાઢો અને નિયમિત કોગળા કરવાની આદત અપનાવી લો.

Related posts

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા

Ahmedabad Samay

ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો, ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ બળવાખોર એકનાથ શિંદેની છાવણીમાં જોડાયા

Ahmedabad Samay

અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન સુપ્રિમ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો