September 22, 2026
અપરાધદેશ

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. પીએમ મોદીએ જણાવ્યું કે, ‘આ વિસ્ફોટથી અસરગ્રસ્ત લોકોને અધિકારીઓ મદદ કરી રહ્યા છે. ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે અન્ય અધિકારીઓ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી છે.’ વડાપ્રધાને ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે ફોન પર વાત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી પણ મેળવી હતી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું કે, ‘દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર વિસ્ફોટના સમાચાર ખૂબ જ પીડાદાયક અને ચિંતાજનક છે. આ દુઃખદ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સમાચાર અત્યંત ચિંતાજનક છે. આમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યાના સમાચાર છે જે અત્યંત દુઃખદ છે. પોલીસ અને સરકારે તુરંત તપાસ કરવી જોઈએ કે આ વિસ્ફોટ કેવી રીતે થયો અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ. દિલ્હીની સુરક્ષા પ્રત્યેની બેદરકારી સહન કરી શકાય નહીં.’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ દુર્ઘટના પર આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, ‘નવી દિલ્હીમાં થયેલા દુ:ખદ વિસ્ફોટ વિશે સાંભળીને હું આઘાતમાં છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને હું ઘાયલ થયેલા તમામ લોકોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરું છું.’

દિલ્હી પોલીસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, આ બ્લાસ્ટ એક પાર્ક કરેલી કારમાં થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ અકસ્માત સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આસપાસના વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. જે સમયે વિસ્ફોટ થયો, તે સમયે ટ્રાફિક સિગ્નલને કારણે રસ્તા પર મોટી સંખ્યામાં વાહનો હતા અને લોકોની પણ ભારે ભીડ હતી. વિસ્ફોટ બાદ તરત જ અફરાતફરી મચી ગઈ હતી અને ચારે તરફ અંગો વિખરાયેલા જોવા મળ્યા હતા.

Related posts

ટ્રમ્પને લાગ્યો ઝટકો,ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષને રોકવા અને નોબેલ પુરસ્કાર મેળવવાનો શ્રેય લેવા માંગતા હતા. પરંતુ ભારતે આ માટે ટ્રમ્પને નોમિનેટ કરવાનો ઇનકાર કરી દીધો

Ahmedabad Samay

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજરોજ સવારે થયું નિધન

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેમ ઓવર, કાનપુરમાં એન્કાઉન્ટર માં વિકાસ ઠાર

Ahmedabad Samay

પ્રથમ તબક્કાની ૧૦૨ લોકસભા સીટો માટે આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો