September 21, 2026
રાજકારણ

બિહારમાં ૨૪૩ બેઠકો માટેની મતગણતરીના વલણો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે, જેમાં એનડીએ કલ્પનાતીત ક્લીન સ્વીપ તરફ આગળ

* બિહારમાં ૨૪૩ બેઠકો માટેની મતગણતરીના વલણો સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે, જેમાં એનડીએ કલ્પનાતીત ક્લીન સ્વીપ તરફ આગળ વધી રહ્યું છે.

* એનડીએ કુલ ૧૮૮થી ૧૯૦ બેઠકો પર જબરદસ્ત લીડ ધરાવે છે, જ્યારે મહાગઠબંધન માત્ર ૫૧ બેઠકો પર આગળ છે.

* નીતિશ કુમારની જેડીયુ ૭૬ બેઠકો પર લીડ સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. ૨૦૨૦ માં ૪૩ બેઠકો જીતનાર જેડીયુ ને આ વખતે ૪૦ થી વધુ બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.

* એનડીએને ગત ચૂંટણીની સરખામણીમાં ૬૦ થી વધુ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે, જે નીતિશ કુમારની સત્તામાં વાપસી લગભગ નિશ્ચિત કરે છે.

* ચિરાગ પાસવાનની એલજેપી એ ૨૮ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૨૩ બેઠકો પર આગળ ચાલી રહી છે, જે એક શાનદાર પ્રદર્શન છે.

* આરજેડી ના તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી એનડીએ ના ઉમેદવાર સતીશ યાદવ કરતાં આગળ ચાલી રહ્યા છે.

* જોકે, તેજસ્વીના મોટા ભાઈ બળવાખોર તેજ પ્રતાપ મહુઆ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. પણ તેમણે બહાર બેઠકનો લાલુપ્રસાદ યાદવના પક્ષને નુકસાન કરાવ્યું

* ભોજપુરી અભિનેતા અને આરજેડી ના ઉમેદવાર ખેસારી લાલ યાદવ છપરા બેઠક પરથી પાછળ છે.

* પ્રશાંત કિશોરની પાર્ટી ‘જન સૂરાજ’ આ ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

* આરજેડી ના બાહુબલી ઉમેદવાર રિતલાલ યાદવ દાનાપુરથી અને શહાબુદ્દીનના પુત્ર ઓસામા રઘુનાથપુરથી આગળ ચાલી રહ્યા છે.

* આ વખતે બિહારમાં બે તબક્કામાં ૬૭.૧૦% વિક્રમી મતદાન થયું હતું, જે ૨૦૨૦ ની ચૂંટણી કરતાં લગભગ ૧૦% વધુ છે.

Related posts

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

ડુંગળી વાવતા ખેડૂતોની માઠી દશા અંગે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખ્યો

Ahmedabad Samay

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

નીતીશ કુમારનો મહાગઠબંધને બાય-બાય, નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો