August 6, 2026
દેશ

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે. સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે લોકસભામાં બે મહત્‍વના બિલ રજૂ કરશે. નાણામંત્રી હેલ્‍થ સિક્‍યોરિટી એન્‍ડ નેશનલ સિક્‍યોરિટી સેસ બિલ, ૨૦૨૫ અને સેન્‍ટ્રલ એક્‍સાઇઝ એક્‍ટ સુધારા બિલ રજૂ કરશે. જેના હેઠળ વર્તમાન GST કમ્‍પનસેશન સેસ ને બદલીને નવી સિસ્‍ટમ લાગુ કરવામાં આવશે.

સરકારે સ્‍પષ્ટ કર્યું છે કે, સેસના દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં GST હેઠળ આ પ્રોડક્‍ટ્‍સ પર જેટલો સેસ લગાવવામાં આવે છે, તે જ સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ પણ લાગશે. એટલે કે, GST હેઠળ સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર લાગતા હાલના સેસને હવે આ નવા સેસ દ્વારા બદલવામાં આવશે (રિપ્‍લેસ કરવામાં આવશે).

સરકાર આ પ્રોડક્‍ટ પર લાગતા GSTવાળા જૂના સેસને રિપ્‍લેસ કરી રહી છે, જેથી ટેક્‍સ કલેક્‍શનને વધુ સરળ બનાવી શકાય. વર્તમાન સમયમાં સિગારેટ, પાન મસાલા અને ગુટખા પર GST ઉપરાંત Compensation Cess પણ લાગે છે, જેની મુદત પૂરી થઈ રહી છે. સરકાર તે જ સ્‍ટ્રક્‍ચરને નવા નામ અને નવા કાયદા હેઠળ આગળ ધપાવવા માંગે છે, જેથી આવકમાં કોઈ ગેપ ન આવે.

આ ફેરફારથી દરોમાં કોઈ વધારો થવાનો નથી. એટલે કે હાલ પૂરતી સામાન્‍ય લોકો માટે કિમતો પર સીધી અસર જોવા નહીં મળે. પરંતુ ટેક્‍સ સિસ્‍ટમ બદલાવાથી કંપનીઓ માટે રિપોર્ટિગ અને કમ્‍પ્‍લાયન્‍સમાં ફેરફાર આવશે.

Related posts

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

ભારતીય એથ્લેટ્સે ઇતિહાસ રચ્યો,એથ્લેટમાં ચાર મેડલ જીત્યા, મેડલ જ નહીં, પણ તેમના અતૂટ મનોબળ અને શિસ્તનું પણ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

યુ.એસ જવા ઇચુકો માટે સપનું સાકાર કરવાનો સુનેહરો મોકો, આટલી ફી ભરી મેળવો ગ્રીન કાર્ડ

Ahmedabad Samay

આજથી GST ઘટાડા સાથે Amazon અથવા Flipkart વેચાણ દરમિયાન ૨૦% ડિસ્‍કાઉન્‍ટ ઓફરનો ડબલ ડોઝ

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો