August 8, 2026
આધારકાર્ડ
ગુજરાત

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે, સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે, જાણો શુ હશે નિયમો

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે જેમાં હોટલ, ઇવેન્‍ટ આયોજકો અને સમાન સ્‍થળોએ આધાર કાર્ડની ફોટોકોપી લેવાનું અને ભૌતિક રીતે રાખવાનું સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે. એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્‍યું હતું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે આધારની કાગળની નકલ રાખવાથી ગોપનીયતાનું જોખમ રહેલું છે અને તે આધાર કાયદાની વિરુદ્ધ પણ છે.  ઑફલાઇન આધાર વેરિફિકેશન કરવા માંગતી કોઈપણ સંસ્‍થાએ હવે શ્‍ત્‍ઝખ્‍ત્‍ સાથે નોંધણી કરાવવી પડશે અને ડિજિટલ માધ્‍યમથી જ વેરિફિકેશન કરવું પડશે.

હોટલ અને ઇવેન્‍ટ આયોજકો જેવા સંસ્‍થાઓ દ્વારા તેમના ગ્રાહકોના આધારની ફોટોકોપી લેવાની અને તેને કાગળના સ્‍વરૂપમાં રાખવાની પ્રથાને રોકવા માટે ટૂંક સમયમાં એક નવો નિયમ જારી કરવામાં આવશે. આ પ્રથા વર્તમાન આધાર કાયદાનું ઉલ્લંઘન છે. યુનિક આઇડેન્‍ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાના ઘ્‍ચ્‍બ્‍ ભુવનેશ કુમારે  જણાવ્‍યું હતું કે ઓથોરિટીએ એક નવા નિયમને મંજૂરી આપી છે, જે હેઠળ હોટલ, ઇવેન્‍ટ આયોજકો વગેરે જેવી સંસ્‍થાઓ માટે આધાર-આધારિત ચકાસણી માટે નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે નોંધાયેલા સંસ્‍થાઓને નવી ટેકનોલોજી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે, જેના દ્વારા તેઓ મ્‍ય્‍ કોડ સ્‍કેન કરીને અથવા નવી આધાર એપ્‍લિકેશન દ્વારા ચકાસણી કરી શકશે.

ભુવનેશ કુમારે કહ્યું, આ નિયમ ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેનો હેતુ આધારની ફોટોકોપી લઈને ઑફલાઇન વેરિફિકેશનને સંપૂર્ણપણે બંધ કરવાનો છે. ઑફલાઇન વેરિફિકેશન એજન્‍સીઓને ખ્‍ભ્‍ત્‍ (એપ્‍લિકેશન પ્રોગ્રામિંગ ઇન્‍ટરફેસ) પ્રદાન કરવામાં આવશે જેના દ્વારા તેઓ આધાર વેરિફિકેશન માટે તેમની સિસ્‍ટમ અપડેટ કરી શકશે. શ્‍ત્‍ઝખ્‍ત્‍ એક નવી એપનું બીટા-ટેસ્‍ટિંગ કરી રહ્યું છે જે દરેક આધાર વેરિફિકેશન માટે કેન્‍દ્રીય ડેટાબેઝ સાથે કનેક્‍ટ થયા વિના, સીધા જ એપથી એપમાં ઓળખ વેરિફિકેશનની મંજૂરી આપશે. બીટા-ટેસ્‍ટિંગ એ એક પ્રકારનું પરીક્ષણ છે જેમાં નવા સોફ્‌ટવેર, એપ્‍સ અથવા ટેકનોલોજીનો ઉપયોગ સામાન્‍ય વપરાશકર્તાઓ માટે સંપૂર્ણપણે લોન્‍ચ થાય તે પહેલાં મર્યાદિત સંખ્‍યામાં લોકો સાથે કરવામાં આવે છે. હેતુ એ જોવાનો છે કે એપ અથવા સોફ્‌ટવેર વાસ્‍તવિક દુનિયાની પરિસ્‍થિતિઓમાં યોગ્‍ય રીતે કાર્ય કરે છે કે નહીં અને કોઈ સમસ્‍યાઓ છે કે નહીં.

નવી આધાર એપનો ઉપયોગ એરપોર્ટ, વય-પ્રતિબંધિત ઉત્‍પાદનો વેચતી દુકાનો અને અન્‍ય સ્‍થળોએ પણ થઈ શકે છે. ભુવનેશ કુમારે જણાવ્‍યું હતું કે, વેરિફિકેશનની આ સરળતા ઑફલાઇન વેરિફિકેશનને પેપરલેસ બનાવશે, જ્‍યારે વપરાશકર્તાઓ માટે સંપૂર્ણ ગોપનીયતા સુરક્ષા સુનિヘતિ કરશે અને આધાર માહિતી લીક થવા અને દુરુપયોગ થવાના જોખમને દૂર કરશે. નવી એપ આધાર ઓથેન્‍ટિકેશન સેવાને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્‍શન એક્‍ટનું સંપૂર્ણપણે પાલન કરશે, જે આગામી ૧૮ મહિનામાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

બ્યુરો રિપોર્ટ,અમદાવાદ

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાને શિક્ષણ ક્ષેત્રે 1001 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા અને ઓરિએન્ટ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધવાયું

Ahmedabad Samay

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

એક ટિપ્પણી મૂકો