અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામ ખાતે સામાજિક એકતા સંમેલન અને સેવાકાર્યોમાં વિરમગામ (અમદાવાદ ગ્રામ્ય)ના ભાજપના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે હાજરી આપી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.
ગામની ત્રણ વિધવા બહેનને સિલાઈ મશીન, પાંચ દિવ્યાંગ વ્યક્તિઓને ત્રણ પૈડાં વાળી સાયકલ તથા કુપોષિત બાળકોને પોષિત કીટ વિતરણ કરવામાં આવી હતી.સામાજિક સંમેલનના માધ્યમથી દરેક ગામડાઓમાં એકતાના સૂત્રમાં લોકોને એકજુટ કરીને ગામના વિકાસને મહત્વમાં આપવામાં આવશે.
આ તકે વિરમગામ (અમદાવાદ ગ્રામ્ય)ના ભાજપના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે સંકલ્પ કર્યો છે કે નળકાંઠા વિસ્તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્ટર તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.ᅠ