September 20, 2026
રસપ્રદ વાતો

ક્રિસમસ છોડીને ભારતના ઇતિહાસમાં એક એવી ઘટના બની હતી જે દરેક ભારતીયોએ ખબર હોવી જોઈએએવી ઘટનાને, જાણો શુ છે એ ગર્વની ગાથા

આજે જ્યારે આખું વિશ્વ રજાઓ અને ઉત્સવોમાં મગ્ન છે, ત્યારે ભારતનો ઇતિહાસ એક એવી ઘટનાને યાદ કરીને ડૂસકે ભરાય છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી હતી. આ દિવસો છે દસમા પાતશાહ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના નાના સાહિબઝાદા – બાબા જોરાવર સિંહ (8 વર્ષ) અને બાબા ફતેહ સિંહ (5 વર્ષ) ના સર્વોચ્ચ બલિદાનના. મુઘલ શાસનના અત્યાચાર સામે ન ઝૂકનારા આ માસૂમોએ સાબિત કરી દીધું હતું કે ધર્મ અને સત્ય માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે ઉંમરની નહીં, પણ પહાડ જેવી હિંમતની જરૂર હોય છે.વાર્તા શરૂ થાય છે સરસા નદીના કાંઠેથી,

જ્યાં ગુરુજીનો પરિવાર વિખૂટો પડી ગયો. રસોઈયા ગંગુએ લાલચમાં આવી વિશ્વાસઘાત કર્યો અને માતા ગુજરીજી સહિત બંને સાહિબઝાદાઓને મુઘલોને સોંપી દીધા. સરહિંદના સુબેદાર વઝીર ખાને આ બાળકોને કડકડતી ઠંડીમાં ‘ઠંડા બુરજ’ માં કેદ કર્યા. ન પૂરતા કપડાં હતા, ન ભોજન; માત્ર દાદી માતા ગુજરીની હૂંફ અને પૂર્વજોની બહાદુરીની વાર્તાઓ હતી. માતા ગુજરીએ બાળકોને તૈયાર કરતા કહ્યું હતું, “બેટા, તમે તેગ બહાદુરના પૌત્ર છો, ગમે તે થાય પણ ઈસ્લામ સ્વીકારીને ધર્મ ન છોડતા.

દીવાલમાં ચણાયા પણ સ્મિત ન છોડ્યું
જ્યારે આ માસૂમોને વઝીર ખાનના દરબારમાં રજૂ કરાયા, ત્યારે તેમને અનેક લાલચો આપવામાં આવી. મહેલો, સંપત્તિ અને હોદ્દાઓની ઓફર કરાઈ, પણ ગુરુના લાલ અડગ રહ્યા. અંતે ક્રોધે ભરાયેલા વઝીર ખાને તેમને જીવતા દીવાલમાં ચણી દેવાનો આદેશ આપ્યો. કહેવાય છે કે જ્યારે દીવાલ તેમના ગળા સુધી પહોંચી, ત્યારે પણ તેમના ચહેરા પર સ્મિત હતું. ઇંટોની દીવાલ પડી ગઈ, પણ બાળકોનો સંકલ્પ ન ડગ્યો. અંતે ક્રૂર જલ્લાદોએ તેમને શહીદ કર્યા.

આ સમાચાર સાંભળતા જ માતા ગુજરીએ પણ દેહ ત્યાગ કર્યો.આ બલિદાન બાદ ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું ‘દીવાન ટોડર મલ’નું. આ શહીદોના અંતિમ સંસ્કાર માટે જમીન આપવા કોઈ તૈયાર નહોતું. ત્યારે શેઠ ટોડર મલે પોતાની આખી સંપત્તિ અને સોનાના સિક્કા જમીન પર પાથરી દીધા જેથી આ શહીદોને અગ્નિદાહ આપી શકાય. આજે આ ભૂમિ વિશ્વની સૌથી મોંઘી જમીન માનવામાં આવે છે. પંચકુલાથી લઈને સમગ્ર પંજાબ આજે ‘વીર બાલ દિવસ’ તરીકે આ સાહિબઝાદાઓની બહાદુરીને સલામ કરી રહ્યું છે.

Related posts

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

ભારતનો એકમાત્ર એવો રેલવે ટ્રેક છે જ્યાં સફર કરતી વખતે એવું લાગે છે કે ટ્રેન પાટા પર નહીં પણ સીધી દરિયાના પાણીમાં ચાલી રહી છે

Ahmedabad Samay

એનિમલને ૧ કરોડ ૩૬ લાખ વ્‍યૂઝ મળ્‍યા છે, જ્‍યારે લાપતા લેડીઝના વ્‍યૂઝ ૧ કરોડ ૩૮ લાખ સુધી પહોંચી ગયા

Ahmedabad Samay

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

શુ તમે જાણો છો બદામને આખી રાત પલાળીને ખાવામાં આવેતો શું ફાયદા થાય છે

Ahmedabad Samay

આજે સવારમાં કોનુ મોઢું જોયું હતું???

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો